આજકાલ સાઇબર ક્રાઇમમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સાઇબર સિક્યુરિટી માટે ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય પાંચ બાબતો આ મુજબ છે.
1 – કોઈપણ ચેટ કે ફોન ઉપર તમને જો કોઈ ઓટીપી કોડ અથવા મોબાઈલ પાર આવેલો કોડ પૂછે તો તે આપવો નહિ.
2 – તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડની જો કોઈ ડીટેલ અથવા સીવીવી (CVV) કોડ માંગે તો આપવો નહિ.
3 – ગુગલ અને અન્ય એકાઉન્ટમાં જયારે તમે કોઈના ફોન કે કોમ્પ્યુટર થકી લોગીન કરો ત્યારે “રિમેમ્બર પાસ્વર્ડ” ના ક્લિક કરો, જેથી તમારો પાસવર્ડ તેઓ ના જાણી શકે.
4 – દરેક પોર્ટલ / ઈમેલ / સોસીયલ મીડિયા માં ટુ વે ઓથેન્ટિકેશનની સિસ્ટમ હોય છે, તેનો ઉપયોગ કરો જેથી તમારા સિવાય જો કોઈ તમારો ઈમેલ કે એપ્લિકેશન ખોલવાનો પ્રયત્ન કરે તો તમને તરત મોબાઈલ મારફતે જાણ થઇ શકે.
5 – ઓનલાઇન પેમેન્ટ કરો ત્યારે વેબસાઈટ ઉપર ssl ખાસ ચકાસો, તેની URL લીલા કલરની હોવી જોઈએ
આ પાંચ બાબતોનું ધ્યાન રાખવાથી આપ પોતાને સાઇબર એટેકથી સેફ અને સિક્યોર રાખી શકશો