ફિફા વિશ્વ વર્લ્ડ કપની ફાઇનલ જીતી ફ્રાન્સે જીતનો તાજ મેળવ્યો હોય, પરંતુ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ક્રોએશિયાએ વિશ્વમાં ફૂટબોલ પ્રેમીઓની વાહવાહી મેળવી છે. ક્રોએશિયાના આ પ્રદર્શનને લઇને હરભજને પણ એવું નિવેદન આપ્યું છે જે દેશની રાજનીતિ સામે પ્રહાર કરી રહેલું જણાય છે.
ક્રિકેટર હરભજન સિંહેએ ફિફા વિશ્વ વર્લ્ડ કપને દેશની રાજનીતિ સામે જોરદાર હુમલો કર્યો છે. ક્રોએશિયાના ફાઇનલ રમવા પર હરભજને ટ્વીટ કરી હતી, જેમાં તેમણે કહ્યું છે કે ક્રોએશિયા ફૂટબેલ વિશ્વ વર્લ્ડ કપની ફાઇનલ રમી ગયુ અને આપણે ૧૩૫ કરોડ ભારતીય હિંદુ-મુલસમાન રમી રહ્યાં છીએ. હરભજનને ટ્વીટ કરી હતી રમતને ધ્યાનમાં રાખી પણ નિશાના પર આવી ગઇ દેશની રાજનીતિ.
હરભજને ટ્વીટમાં લખ્યુ છે કે, આશરે ૫૦ લાખની વસ્તી ધરાવતો નાનો સરખો દેશ ક્રોએશિયા ફૂટબોલ વિશ્વ વર્લ્ડ કપની ફાઇનલ રમશે અને આપણે ૧૩૫ કરોડ ભારતીય હિંદુ-મુલસમાન રમી રહ્યાં છીએ. સોચ બદલો દેશ બદલશે.