સૈફ અલી ખાન બનશે નાગા સાધુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સૈફ અલી ખાનની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. તેમાં સૈફ અલી ખાનનુ કામ લોકોને ખૂબ ગમ્યુ છે. સેક્રેડ ગેમ્સ આજકાલ વિવાદમાં ફસાયેલુ છે. હવે સૈફ અલી ખાન એક નવો પ્રોજેક્ટ લઇને આવી રહ્યો છે. તેમાં સૈફ અલી ખાન નાગા સાધુ તરીકે દેખાશે. તે ફિલ્મનું નામ હંટર હશે.

ફિલ્મનુ શૂટિંગ રાજસ્થાનમાં થયુ છે. આ રોલ માટે સૈફ અલી ખાને ઘણી મહેનત કરી છે. તેણે આ રોલ માટે કાન વિંધાવ્યા છે. દાઢી લાંબી કરી છે. સાથે જ રાજસ્થાનની ગરમીમાં શૂટ કરવુ પડ્યુ હતુ. ઘણા સીનમાં હેર સ્ટાઇલ કરવા માટે તેને 40 મિનીટ જેટલો સમય લાગતો હતો. સૈફે કહ્યુ હતુ કે, આ રોલ માટે પોતાના ઉપર ભરોસો હોવો ખુબ જરૂરી છે. 50 દિવસના શૂટિંગ બાદ સૈફના સ્પોટ બોયે તેને કહ્યુ હતુ કે તેનામાં ખૂબ ફેરફાર આવ્યો છે.

સેક્રેડ ગેમ્સમાં કરેલી એક્ટિંગ દર્શકોને અત્યાર સુધીની સૈફના કરિયરની બેસ્ટ એક્ટિંગ લાગી છે. હવે આ ફિલ્મ હંટરને દર્શકો પસંદ કરે છે કે નહી તે સમય  આવે જ ખબર પડશે.

Share This Article