ભ્રષ્ટાચારને લીધે રાવલપીંડીની જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ આજે ઇસ્લામાબાદ કોર્ટમાં અપીલ કરી શકે છે. તે વાત પર હજુ ખુલાસો નથી થયો કે નવાઝ શરીફની અપીલને કોર્ટ મંજૂર કરશે કે ફગાવી દેશે. 68 વર્ષના શરીફને શુક્રવારે જ્યારે તે લંડનથી પરત ફર્યા ત્યારે તેમની અને મરિયમની ધરપકડ કરવામાં આવી હતી. નવાઝ શરીફને 10 વર્ષ અને તેમની દીકરી મરિયમને 7 વર્ષની સજા કરવામાં આવી છે.
પાકિસ્તાની ન્યૂઝપેપર ડૉન અનુસાર નવાઝ શરીફના વકીલની ટીમ નવાઝ શરીફના હસ્તાક્ષર લેવા માટ જેલમાં ગઇ હતી. સુત્રો અનુસાર નવાઝ શરીફ ત્રણ અલગ અલગ અપીલ ઇસ્લામાબાદની કોર્ટમાં કરશે. હવે જોવાનુ તે રહેશે કે 25 જુલાઇએ જ્યારે પાકિસ્તાનમાં ચૂંટણી છે તે પહેલા નવાઝ શરીફ અને તેના પરિવારને રાહ મળશે કે, તે સમય પણ તેમને જેલમાં જ પસાર કરવો પડશે.
પાકિસ્તાનમાં ચૂંટણી ચરમસીમા ઉપર છે, ત્યારે અલગ અલગ રાજનૈતિક પક્ષ પોતાની જીત માટે મહેનત કરી રહ્યા છે.