ડિજિટલ ટેકનોલોજીસ આપણી દુનિયાને બદલી રહી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટર દ્વારા યોગદાન ૧૫ ટકાથી ૨૫ ટકા સુધી વધે એવું ‘મેઈક ઈન ઈન્ડિયા’નું લક્ષ્ય છે. અપ્રતિમ પ્રગતિને સહયોગ આપવા માટે ભારત માટે ટીઅર-૧, ટીઅર-૨ અને ટીઅર-૩ સપ્લાયર્સ સહિતની ઈકોસિસ્ટમની આવશ્યકતા છે જેમાં સાથે મેન્યુફેક્ચરીંગ પફોર્મન્સ અને ચપળતાના સ્તરને વધારવાની આવશ્યકતા છે.
ડિસ્પ્લે પર ઇન્ડસ્ટ્રી સોફ્ટવેર, ઓટોમેશન, પાવર ડિસ્ટ્રિબ્યુશન, ડ્રાઇવ ટેક્નોલોજી, ડિજિટલ અને ક્લાઉડ સર્વિસોે, ઔદ્યોગિક તાલીમ તેમજ કસ્ટમાઇઝ્ડ ફાઇનાન્સીંગ સોલ્યુશન્સના ક્ષેત્રોમાંથી વિદ્યુતીકરણ, ઓટોમેશન અને ડિજિટલાઇઝેશનને આવરી લેતી તાજેતરની પ્રોડક્ટ્સનું એક વ્યાપક એરે છે. આ ટુરને વિવિધ ઉદ્યોગોની ઉંચાઇ પર નિશાન બનાવવામાં આવે છે અને તે સ્પર્ધાત્મક લાભ દર્શાવે છે જે નવીન ટેકનોલોજી અને સોલ્યુશન્સ અપનાવીને મેળવી શકાય છે.
સિમેન્સ લિ.ના ડિજિટલ ફેક્ટરીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ અને વડા આશિષ ભટે કહ્યું હતું, ‘સિમેન્સ ભારતીય મેન્યુફેક્ચરીંગ ઈન્ડસ્ટ્રી સાથે અમારા એન્જિનિયરીંગ, અમારા ગ્રાહકોને ડિઝાઈનથી પ્રોડક્શન અને ઓપરેશનથી મેઈન્ટેનન્સમાં સમગ્ર વેલ્યુ ચેઈનમાં પરફોર્મન્સ સુધારવા માટે મદદ કરવાનું છે. ઈનજેન્યુઈટી ટૂર અમારા ઈનોવેશન્સને સક્રિય બનાવશે અને અમારા ગ્રાહકોના ઘરઆંગણે પહોંચશે.’
સિમેન્સ લિ.ના પ્રોસેસ ઈન્ડસ્ટ્રીઝ અને ડ્રાઈવ્સના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ અને વડા ભાસ્કર મંડલે કહ્યું હતું, ‘ડિજિટલાઈઝેશન એ સિમેન્સમાં અમારા માટે પ્રાથમિકતા છે અને ઈનજેન્યુઈટી ટૂર અમારા વિવિધ ક્ષેત્રોના ગ્રાહકો તથા સમગ્ર વેલ્યુ ચેઈનના ઈન્ડસ્ટ્રી સપ્લાયર્સના પડકારોનો સામનો કરવા માટે અમને મદદ કરશે. એસએમઈ ડિજિટલાઈઝેશનનો ઉપયોગ વધતી માંગ જેમકે વધતી પ્રોડક્ટ્ અને પ્રોસેસની કોમ્પ્લેક્સિટીમા નિપૂણતા, માર્કેટ માટેનો સમય ઘટાડવા, માર્કેટની બદલાતી આવશ્યકતાઓનો સ્વીકાર, વ્યક્તિગત પ્રોડક્ટ્સ રજૂ કરવી અને સતત પ્રોડક્ટમાં સુધારો સુનિશ્ચિત કરવા માટે કરી શકે છે.’
ડિજિટલાઈઝેશન દ્વારા ઓછી કિંમત, ઉત્પાદન ગુણવત્તામાં સુધાર, ફ્લેક્સિબિલિટી અને કાર્યદક્ષતા, રિસ્પોન્સ ટાઈમ ઓછો કરવાનું ગ્રાહકોની વિનંતી અને માર્કેટની માગને અનુલક્ષીને વચન આપે છે અને તે નવી અને ઈનોવેટિવ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ પણ દર્શાવે છે. ભારતીય મેન્યુફેેક્ચરીંગ પાસે એક્સ્ટ્રાઓર્ડિનરી સ્પર્ધાત્મક લાભ સર્જવા માટે ઓછા ખર્ચમાં લેબર સાથે આધુનિક મેન્યુફેક્ચરીંગ ટેકનોલોજીસની ઉપલબ્ધતાને સાંકળી લેવાની તક રહેલી છે. આજની આવશ્યકતા એસએમઈ માટે એ છે કે તે નવી ટેકનોલોજીસને સ્વીકારવામાં આગળ રહે અને તેમની બિઝનેસ સ્ટ્રેટેજીસનો તેને અભિન્ન હિસ્સો બનાવે. જેઓ ડિજિટલાઈઝેશનની તાકાતને સમજવામાં સફળ રહ્યા છે અને તેમના બિઝનેસમાં લાભ મેળવી રહ્યા છે તેઓ પ્રગતિના નવા માર્ગ પર અગ્રેસર રહી શકશે.