હેપ્પી બર્થ ડે કેટરિના કૈફ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

16 જુલાઇ એટલે બોલિવુડ અભિનેત્રી કેટરિના કૈફનો જન્મદિવસ. આજે કેટરિનાને તેના ફેન્સ તરફથી, મિત્રો તરફથી અને પરિવાર તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી હશે. દર વર્ષે કેટરિના તેનો જન્મદિવસ તેના પરિવાર સાથે ઉજવે છે. આ વખતે તેણે ફિલ્મોમાંથી બ્રેક લઇને ન્યૂયોર્કમાં જન્મદિવસ ઉજવવાનુ નક્કી કર્યુ છે. કેટરિનાએ તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર તેની એક તસવીર શેર કરી છે.

કેટરિનાની બોલિવુડ કારકિર્દી ખૂબ સારી રહી છે. સલમાન ખાનના સપોર્ટથી બોલિવુડમાં આવેલી કેટરિનાએ પહેલા ફ્લોપ પિક્ચર આપ્યા અને બાદમાં તેની ફિલ્મ ખૂબ હિટ રહી હતી. સલમાન ખાન સાથે તેના સંબંધ અને બ્રેકઅપની અફવા આવતી રહે છે. થોડા સમય પહેલા રણબીર કપૂર સાથે તેના અફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતુ.

હાલ કેટરિના તેની શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ઝીરો અને આમિર ખાન સાથેની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનને લઇને ખૂબ ચર્ચામાં છે. કેટરિનાએ બોલિવુડના ત્રણેય ખાન સાથે ફિલ્મ કરી લીધી છે. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન. વેલ, હેપ્પી બર્થ ડે કેટરિના કૈફ..!!

Share This Article