ઉત્તરપ્રદેશની બાગપત જેલમાં મુન્ના બજરંગીની હત્યા મામલે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યુ છે. અખિલેશે કહ્યુ કે, મુન્ના બજરંગીની હત્યા યોગી સરકારે કરાવી છે. અખિલેશ યાદવે આ વાત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી. તેમણે કહ્યુ હતુ કે, પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા જેવી કોઇ ચીજ નથી.
અખિલેશ પહેલા મુન્ના બજરંગીની પત્ની સીમા સિંહે કેન્દ્રીય રેલમંત્રી મનોજ સિન્હા અને બીજા કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે જ મુન્ના બજરંગીની હત્યા કરાવી છે.
તમને જણાવી દઇએ કે, સોમવારે રાત્રે ઉત્તરપ્રદેશની બાગપત જેલમાં માફિયા ડોન પ્રેમ પ્રકાશ સિંઘ ઉર્ફે મુન્ના બજરંગીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેને દસ ગોળી મારવામાં આવી હતી. ખૂબ નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી. હવે અખિલેશે યોગી સરકાર પર નિશાન સાધ્યુ છે કે તેમણે જ મુન્ના બજરંગીની જેલમાં હત્યા કરાવી દીધી છે.