ખૂબસૂરત જહાન્વી કપૂર માટે દીનાનાથજી ઘૂટણીયે પડ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કલર્સના લોકપ્રિય ડાન્સ રિઆલિટી શો ડાન્સ દીવાને પ્રતિસ્પર્ધીઓ દિવારા ઉષ્માપૂ્રણ અને દર્શનીય ડાન્સ પરફોર્મન્સિસ વડે ચર્ચાનો વિષય બનેલ છે.

આ વીકએન્ડ વધુ ઉત્તેજનાપૂર્ણ બનવા જઈ રહેલ છે કેમ કે દર્શકો ‘ધડક’ના ‘ઝિનગાટ’ ટ્રુપનું એટલે કે આ વીકએન્ડ પર, મનોરંજન વધુ ઉપર જશે કેમ કે ‘ધડક’ કાસ્ટ-ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જૌહર સહિત ઈશાન ખટ્ટર, જહાન્વી કપૂર ખાસ મહેમાન હશે.

એપિસોડની હાઈલાઈટ હશે જ્યારે ઈશાન ખટ્ટર અને દીનાનાથજી જહાન્વી કપૂર માટે ‘તૂ જાને ના’ ‘ધડક’ મૂવીમાં છે દર્શાવાયું છે તે પ્રકારે રમૂજી રીતે ગણગણતા ઘૂંટણીયે પડે છે. દીનાનાથજીના આ મીઠડા હાવભાવથી ખાસ્સી પ્રભાવિત જહાન્વી કપૂર પોતાનો મલકાટ રોકી શકતી નહોતી. આ મોજીલી ક્ષણને શશાંક ખૈતાન તરફથી પુષ્કળ પ્રશંસા મળી જેમને દીનાનાથજી તથા તેમની અત્યાર સુધીની મુસાફરી માટે ખૂબ જ ગર્વ છે. ધડકના ડાયરેક્ટરે પણ ઉમેર્યું કે એક સામાન્ય ફળ વેચનારાએ ડાન્સ માટેની પોતાની ઘેલછા વડે ઘણાં બધાંને પ્રેરણા આપી છે અને આ પોતાની રીતે વધાવી લેવાને પાત્ર છે.

Share This Article