ભારતની સર્વોચ્ચ અદાલતે મોદી સરકારને સવાલ પૂછ્યો છેકે, પેટ્રોલ અને ડિઝલના ભાવ એક કેમ નથી. હવાના પ્રદુષણને રોકવા માટેના પ્રયાસમાં મોદી સરકારને કહ્યુ છે કે, પર્સનલ ગાડી અને વ્યાપાર માટે વપરાતા ટ્રક અને ગાડીઓના પેટ્રોલ અને ડિઝલની કિંમત સરખી ના રાખી શકાય ?
કોર્ટે કહ્યુ છે કે, અનુચ્છેદ 14ની જેમ ડિઝલ અને પેટ્રોલના ભાવની કિંમત સરખી રાખવી જોઇએ. સરકારે આ બાબતે સ્પષ્ટતા આપવી પડશે. વાયુ પ્રદુષણ અટકાવવા માટે પર્સનલ સાધન ઉપર રોક લગાવી શકાય પરંતુ વ્યવસાયિક વાહન અને ખેતી વાડીથી જોડાયેલા વાહનો પર રોક લગાવી ના શકાય.
કોર્ટે તેમ પણ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક કાર ખરીદવામાં આવે છે. જે ચાલી પણ રહી છે. આ કાર માટે ઘણી જગ્યા જેમકે, શાસ્ત્રીનગર, નિર્માણ ભવન સહિતની ઘણી જગ્યાએ ચાર્જીંગ પોઇન્ટ પણ લગાવવામાં આવ્યા છે.
હવે સરકાર સુપ્રીમ કોર્ટના આ સવાલનો શું જવાબ આપે છે તે જોવુ રહ્યુ.