હિમા દાસ રાતો રાત એથ્લેટિક્સની દુનિયામાં છવાઇ ગઇ છે. આસામના એક સાધારણ ખેડૂતની છોકરી હિમા દાસ IAAF માં એથ્લેટિકમાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતનુ નામ રોશન કર્યુ છે. 400 મીટર રેસમાં ગોલ્ડ મેળવવા વાળી હિમા દાસ પહેલી ભારતીય મહિલા એથ્લેટ બની ગઇ છે.
ફિનલેન્ડમાં મેળવેલી આ અભૂતપૂર્વ સફળતા બાદ એથ્લેટિક જગતમાં હિમા છવાઇ ગઇ છે. હિમાથી પહેલા વિશ્વસ્તર ઉપર ગોલ્ડ મેડલ કોઇ મહિલાએ મેળવ્યો નથી. હિમાએ 51.46 સેકન્ડમાં દોડ પૂરી કરીને ગોલ્ડ મેડલ ઉપર તેનો કબ્જો જમાવ્યો હતો. તેના જ જૂના રેકોર્ડ 51.13ના રેકોર્ડને તોડી ના શકી.
હિમાને એથ્લેટિકમાં રસ નહોતો. તે છોકરાઓ સાથે ફૂટબોલ રમતી હતી. એક દિવસ એક વ્યક્તિએ તેને જોઇ અને તેનામાં રહેલી ક્ષમતાને ઓળખી લીધી. બાદમાં તેને સાચુ માર્ગદર્શન આપ્યુ અને ટ્રેક ઉપર ઉતારી હતી. તે વ્યક્તિ બીજુ કોઇ નહી તેના કોચ નિપોન દાસ છે. ખૂબ મહેનત બાદ હિમા આ ઇતિહાસ રચવામાં સફળ રહી હતી. આજે હિમા પર આખા દેશને ગર્વ છે.