રિઝર્વ બેંકે ખરીદદારનું નામ ન હોવાથી સમસ્યા અને મની લોંડ્રિંગને રોકવા માટે ડિમાંડ ડ્રાફ્ટ, પે-ઓર્ડર અને બેંકર્સ ચેક પર ચૂકવણી કરનારનું નામ આપવાનું ફરજીયાત કરી દીધું છે. રિઝર્વ બેંકે ગઇ કાલે મુંબઇ તમામ બેંકોને આ સૂચના પ્રસિદ્ધ કરી દીધી છે.
આરબીઆઈએ પોતાના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે ડિમાંડ ડ્રાફ્ટ દ્વારા નાણાના ખોટા ઉપયોગની ધણી બાબતો સામે આવ્યા છે. આ માટે એ નક્કી કરવામાં આવ્યું છે કે ડિમાંડ ડ્રાફ્ટ પર તેના બનાવનારનું પણ નામ હોય. ડિમાંડ ડ્રાફ્ટની સાથે-સાથે પે ઓર્ડર અને બેંકર ચેક માટે પણ આ આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે જે પણ ડિમાંડ ડ્રાફ્ટ, પે ઓર્ડર બેંક બનાવશે તેના પર બનાવનારનું પણ નામ દર્શાવાશે. આ માટે કેવાઇસી કાનૂનમાં જરૂરી બદલાવ કરવામાં આવ્યા છે, જે ૧૫ સપ્ટેમ્બરથી લાગૂ થશે.