રિટેલ ક્ષેત્રનાં અગ્રણી જૂથ ફ્યુચર ગ્રૂપ અને વૈશ્વિક વીમાકંપની જનરલી વચ્ચેનાં સંયુક્ત સાહસની સાધારણ વીમાકંપની ફ્યુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (FGII) વ્હોટ્સએપ મારફતે પોલિસી પ્રદાન કરવાની પહેલ કરનાર પ્રથમ વીમાકંપની બની ગઈ છે. આ ગ્રાહકોની સુવિધા અને સરળથા વધારવા એફજીઆઇઆઇએ સ્વીકારેલ તાત્કાલિક અને વધારાનો ડિલિવરી વિકલ્પ છે.
ફ્યુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનાં એમડી અને સીઇઓ કે. જી. ક્રિષ્નામૂર્તિ રાવે કહ્યું હતું કે, “વ્હોટ્સએપ વ્યાપક સ્વીકૃતિ ધરાવે છે અને સંચારનું પસંદગીનું માધ્યમ તરીકે વિકસ્યું છે. આ ગ્રાહક માટે સુવિધાજનક છે, કારણ કે તે પોલિસી ડોક્યુમેન્ટ તાત્કાલિક સુલભ કરાવે છે. આ એક પ્રકારની એપ છે, જેનો ઉપયોગ કેવી રીતે કરવો એ દરેક વ્યક્તિ જાણે છે, પછી તે સીનિયર સિટિઝન હોય, વર્કિંગ પ્રોફેશનલ હોય કે યુવાન હોય. વળી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતાં દરેક નાગરિકો પણ તેનો ઉપયોગ જાણે છે.”
રાવે ઉમેર્યું હતું કે, “વ્હોટ્સએપ જેવી તાત્કાલિક મેસેજિંગ સર્વિસનો ઉપયોગ ગ્રાહક જોડાણનાં સ્તરને વધારાની સાથે વીમાઉદ્યોગને પુનઃઆકાર આપવાની સંભવિતતા ધરાવે છે. એફજીઆઇઆઈ માટે ટેકનોલોજી સંચાલિત કાર્યદક્ષ ગ્રાહકસેવા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે અને અમને આ સેવા શરૂ કરનાર પ્રથમ વીમાકંપની તરીકે ગર્વ છે.”
એફજીઆઇઆઇની પોલિસી ખરીદનાર કે રિન્યૂ કરાવનાર ગ્રાહકોને હવે ફિઝિકલ પોલિસી ડોક્યુમેન્ટ ઉપરાંત ઇમેલ સાથે કન્ફર્મેશન ટેક્સ્ટ સાથે વ્હોટ્સએપ પર તાત્કાલિક મેસેજ મળશે.
વર્ષ 2016માં એફજીઆઇઆઇએ તેનાં ઇન-હાઉસ મોટર ક્લેઇમ સેટલમેન્ટ પ્લેટફોર્મ i-Moss મારફતે ડિજિટલ પરિવર્તનની શરૂ કરી છે, જે મોટાં ભાગનાં મોટર વીમાનાં દાવાનું સેટલમેન્ટ ઓન-ધ-સ્પોટ કરે છે. ચાલુ વર્ષની શરૂઆતમાં કંપનીએ ઇન્ટેલિજન્ટ વીડિયો સ્ટ્રીમિંગ એન્ડ સેટલમેન્ટ (i-Viss) સુવિધા લોંચ કરી હતી, જે ગ્રાહકો માટે વીડિયો-આધારિત મોટર ક્લેઇમ સેટલમેન્ટ સુવિધા છે.
એફજીઆઇઆઇએ વ્હોટ્સએપ મારફતે પોલિસીની ડિલિવરી શરૂ કરી દીધી છે અને 15 જૂન, 2018નાં રોજ શરૂ થયેલી પાયલોટ પ્રોજેક્ટનાં ભાગરૂપે વ્હોટ્સએપ મેસેન્જર મારફતે 5200થી વધારે પોલીસી ડિલિવરી કરી છે.