નેટફ્લિક્સ ઉપર રિલીઝ થયેલી સિરીઝ સેક્રેડ ગેમ્સથી કેન્દ્ર સરકાર નારાજ છે. કારણકે, આ સિરીઝમાં ધુમ્રપાનના દ્રશ્યોને ચેતવણી વગર દર્શાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પણ આ બાબતને લઇને દિલ્હી હાઇકોર્ટ પહોંચી છે. તેમનુ કહેવુ છે કે, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને બદનામ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા પ્રમાણે સિરીઝમાં બોફોર્સ કેસ, શાહ બાનો કેસ, અને બાબરી મસ્જિદ જેવા વિષયો બતાવવામાં આવ્યા છે.
બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંકેત બાદ એંટિ ટોબેકો લો લાવવા પર વિચાર કરી રહી છે. દરેક ટીવી શોમાં જ્યારે પણ ધુમ્રપાનના દ્રશ્યો બતાવવામા આવે છે ત્યારે, સ્વાસ્થ સંબંધી ચેતવણી બતાવવામાં આવે છે. જ્યારે આ સિરીઝજમાં તેવુ કાંઇ જ બતાવવામાં આવ્યુ નથી.
દર્શકો આ સિરીઝને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ સિરીઝમાં નવાઝુદ્દીન સિદ્દીકી, સૈફ અલી ખાન જેવા કલાકાર છે. સાથે જ રાધિકા આપ્ટે પણ આ સિરીઝમાં નવાઝુદ્દીન અને સૈફ અલી ખાન સાથે સ્ક્રીન શેર કરશે. આ સિરીઝ એક્સ્લુઝીવલી નેટફ્લિક્સ પર જ દર્શાવવામાં આવી રહી છે.