કોઇ વિચારી શકે કે આજના જમાનામાં પણ લોકો હોળીના તહેવારથી દૂર ભાગી શકે. ભારતના એક ગામમાં સો વર્ષથી હોળીની ઉજવણી નથી થતી. ઝારખંડ પાસે દુર્ગાપૂર નામનુ એક એવુ ગામ છે જ્યાં છેલ્લા 100 વર્ષથી હોળીની ઉજવણી જ નથી થઇ. ગામમાં 9 હજાર લોકો રહે છે. તેમણે ક્યારેય ગામમાં હોળીની ઉજવણી નથી કરી.
ઉજવણી ના કરવાની પાછળ એવુ માનવામાં આવે છે કે, 100 વર્ષ પહેલા દુર્ગા પ્રસાદ નામના રાજા આ ગામમાં રાજ કરતા હતા. તેમને હોળીની ઉજવણી કરવી ખૂબ ગમતી હતી. હોળીના દિવસે જ રાજાના દિકરાની મોત થઇ ગઇ હતી. રાજાના દિકરાના મોત બાદ જ્યારે પણ હોળીનુ આયોજન થતુ ત્યારે, ભૂખમરો કે અનાવૃષ્ટિનો સામનો કરવો પડતો હતો. ત્યારબાદ રાજાએ હોળીની ઉજવણી ના કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં એક યુદ્ધ દરમિયાન રાજાનુ મૃત્યુ થયુ હતુ. ગામના લોકો આ આદેશને આજે પણ માને છે. ગામના લોકો હજૂ પણ રાજાના ભૂતના ડરથી તેમના એ આદેશને માને છે અને હોળીની ઉજવણી કરતા નથી.