ઇરાને ભારતને ચેતવણી આપી છે. ઇરાને કહ્યું છે કે, જો ભારત અમેરિકાના દબાવમાં આવીને તેલની આયાતમાં ઓછપ કરશે તો ઇરાને ભારતને આપેલા વિશેષ અધિકારો છીનવી લેશે. ઇરાનના ઉપ રાજદૂત મસૂદ રજવાનિયને આ બાબતે વાત કરી છે. જો તે અમેરિકા સાથે જશે તો ભારતને ઇરાને આપેલા વિશેષ અધિકાર છીનવાઇ જશે.
ઇરાનના ઉપ રાજદૂતે કહ્યુ કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ચાબહાર બંદરગાહ વિસ્તાર માટે ભારતે કરેલ વાયદા પૂરા કરવામાં અસફળ રહ્યું છે. તેણે તે પણ કહ્યુ હતુ કે, તેઓ આશા રાખે છે કે આ બાબત પર ભારત મહત્વપૂર્ણ કદમ ઉઠાવશે. આ બાબત ઇરાન અને ભારત બંને માટે રાજનૈતિક રીતે વિચારીએ તો ખૂબ મહત્વપૂર્ણ છે.
ઓમાનની ખાડીના આ વિસ્તારથી ભારત સીધો જ પાકિસ્તાનના રસ્તે ના જતા અફઘાનિસ્તાન અને ઇરાન સાથે વ્યાપાર કરી શકે તેમ છે. હવે આ બાબતે ભારત શું જવાબ આપે છે તે જોવુ રહ્યું.