પાકિસ્તાનના પેશાવરમાં યાકાતૂત એરિયામાં મંગળવારે રાત્રે આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તે હુમલામાં 14 લોકોના મોત થયા હતા અને 65 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ ઉપર રાહત બચાવ ટીમ પહોંચી ગઇ હતી.
પાકિસ્તાનની અવામી નેશનલ પાર્ટીના નેતા હારૂન બિલ્લોર સહિત 14 લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટ હારૂનની પાર્ટીની બેઠક દરમિયાન થયો હતો. જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે તે જગ્યાએ 300થી વધારે લોકો હાજર હતા.
આ બ્લાસ્ટમાં હારૂન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. હારૂનના પિતા પણ આવી રીતે જ એક બેઠક દરમિયાન 2012માં તાલિબાનના એક હુમલામાં મૃત્યુ પામ્યા હતા.
દુનિયાભરમાં પાકિસ્તાનને એક ટેરેરિસ્ટ દેશ માનવામાં આવે છે. ત્યારે વિચારવાનુ તે રહે છે કે તે પોતાના જ દેશમાં બોમ્બ બ્લાસ્ટ કરીને લોકોને મોતને ઘાટ કેવી રીતે ઉતારી શકે છે.