દેશમાં રોજ અલગ અલગ ફેક ન્યૂઝ વ્હોટ્સએપ દ્વારા ફેલાતા હોય છે. ત્યારે સરકારે આ ફેક ન્યૂઝને અટકાવવા માટે વ્હોટ્સએપને સૂચન કર્યુ હતુ. હાલમાં જ બાળક ચોર ટોળકીને લઇને ખોટા મેસેજ ફરતા થયા હતા. જેને ભારે માત્રામાં લોકોએ ફોરવર્ડ કર્યા હતા. જેના લીધે નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો હતો. તેમાંથી ઘણા લોકો મોતને ભેટ્યા હતા.
આવા ખોટા મેસેજને અટકાવવા માટે વ્હોટ્સએપે એક નવુ ફીચર લોન્ચ કર્યુ છે. જેના દ્વારા તમને ખબર પડી શકશે કે આ મેસેજ કોઇએ જાતે લખ્યો છે, અથવા કોણે અને ક્યાંથી ફોરવર્ડ કર્યો છે. આ ફીચરથી જે તે વ્યક્તિએ ખોટા ન્યૂઝ ફેલાવ્યા હશે તેના સુધી પહોંચી શકાશે. આ ફીચરની પ્રેસ રિલીઝ આખા વિશ્વમાં આપવામાં આવી છે.
ભડકાઉ મેસેજથી દેશમાં ઘણુ નુકશાન થાય છે. બાળકચોર ટોળકીની વાત હોય કે, પદ્માવત ફિલ્મને અટકાવવાની વાત હોય. વ્હોટ્સએપે બધી જ બાબતમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આ ફીચરથી ઘણો જ ફાયદો થશે.