સમલૈંકિગતા અપરાધ છે કે નહિ, સુપ્રિમ કોર્ટની સંવૈધાનિક બેંચમાં સુનવણી ચાલુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સમલૈંગિકતા પર સુપ્રિમ કોર્ટની સંવિધાન બેંચે સુનવણી શરૂ કરી દીધી છે. સહમતિથી બે સમલૈંગિક વયસ્કો વચ્ચે શારીરિક સંબંધોને લઇને ફરીથી અપરાધની શ્રેણીમાં સમાવેશ કરવા માટે સુપ્રિમ કોર્ટના નિર્ણયને કેટલીક અરજીઓ દાખલ કરી પડકારવામાં આવ્યો હતો.

આ બાબતે સમલૈંગિકતાને અપરાધ હેઠળ લાવનારી આઈપીસીની કલમ ૩૭૭ને રદ કરવાની માંગ પર મંગળવારના રોજ પાંચ ન્યાયાધીશોની સુપ્રિમ કોર્ટની સંવૈધાનિક બેંચ સુનવણી કરી રહી છે. સુનવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટની આ બેંચ નક્કી કરશે કે સમલૈંગિકતા ગુન્હો છે કે નહિ. આ પહેલા સુપ્રિમ કોર્ટે આ બાબતની સુનવણી સોમવારે સ્થગિત કરી દીધી હતી.

શું છે આઈપીસી ધારા ૩૭૭?
આઈપીસીમાં સમલૈંગિકતાને ગુન્હો જણાવાયો છે. આઈપીસીની ધારા ૩૭૭ મુજબ જે કોઇ પણ કોઇ વ્યક્તિ કોઇ પુરૂષ,  મહિલા કે પશુ સાથે અપ્રાકૃતિક શારિરીક સંબંધ ધરાવે છે તે આ ગુન્હા માટે તેને ૧૦ વર્ષની સજા અથવા આજીવન કારાવાસની સજા કરવામાં આવશે. દંડ પણ વસૂલવામાં આવે છે અને બિન જામીનપાત્ર છે.

Share This Article