ભારતની રાજધાની દિલ્હીમાં 2012માં બનેલી ઘટનાએ ભારતભરને હલાવીને મૂકી દીધુ હતુ. 16 ડિસેમ્બરે એક છોકરી પર થયેલા અમાનવીય રીતે બળાત્કારને દેશભરમાં વખોડવામાં આવ્યો હતો. આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને તેમાં એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. બીજો આરોપી 18 વર્ષથી ઓછી ઉંમરનો હોવાથી તે છુટી ગયો હતો.
નિર્ભયાના માતા-પિતાએ આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળે તે માટે અપીલ કરી છે. નિર્ભયાની માતાએ કહ્યુ હતુ કે આ ઘટનાને 6 વર્ષ થઇ ગયા છે, તેમ છતાં દેશમાં બળાત્કારની ઘટના બનતી રહી છે. દેશની સિસ્ટમે જ આપણને ફેલ કર્યા છે.
નિર્ભયાના પિતાએ કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી મોદીએ દેશમાં મહિલાઓ ઉપર થનારા બળાત્કાર માટે કડક કાયદો બહાર પાડવો જોઇએ. નિર્ભયાના આરોપીઓને ફાંસી મળશે ત્યારે જ તેમને અને દેશને તસલ્લી થશે.
આરોપીઓને કોઇ પણ જાતની રાહત ના મળે તે માટે પણ અપીલ કરવામાં આવી છે. નિર્ભયા અને તેના મિત્રને ગંભીર રીતે ઘાયલ કરીને રોડ પર ફેંકી દેવામાં આવ્યા હતા.