ઉત્તરપ્રદેશના માફિયા ડોન પ્રેમ પ્રકાશ સિંહ ઉર્ફે મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યા કરી દેવામાં આવી છે. મુન્નાને રવિવારે ઝાંસીથી બાગપત લાવવામાં આવ્યો હતો. તે જ વખતે બાગપત જેલમાં મુન્નાનુ મર્ડર કરી દેવામાં આવ્યુ હતુ. આ કેસની તપાસ પોલિસે શરી કરી દીધી છે. પ્રાથમિક માહિતીમાં સામે આવ્યુ છે કે હત્યા કરનારે મુન્નાને 10 ગોળી મારી હતી.
આ બાબતે ત્વરિત કામગીરી કરતા બાગપત જેલના જેલર, ડેપ્યુટી જેલર, જેલ વોર્ડન, અને બે સુરક્ષાકર્મીઓને સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તપાસના આદેશ આપી દીધા છે. મુન્નાના સાળા વિકાસે કહ્યુ કે મુન્નાને 10 ગોળી મારવામાં આવી છે અને તેમને સુનિલ રાઠી પર શંકા છે. મળતી માહિતી મુજબ જેલમાં બંધ કુખ્યાત આરોપી સુનિલ રાઠીના શાર્પ શુટરે મુન્નાને મોતને ઘાટ ઉતાર્યો છે. આ હત્યા માટે મેજીસ્ટ્રેટ તપાસના આદેશ મળ્યા છે.
જેલમાં આરોપીની હત્યા થઇ જવી તે સુરક્ષાકર્મીઓનુ નબળુ પાસુ દર્શાવે છે. આગળથી આવુ ના થાય તે માટે જવાબદાર વ્યક્તિઓને સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે.