કલર્સનો ડાન્સ રિઆલિટી શો ડાન્સ દીવાને ચમકવાની તક આપી જીવનના દરેક ખૂણેથી આવતાં ઘણાં મહત્વકાંક્ષુ અને ઘેલછાપૂર્ણ ડાન્સર્સના શમણાં પરીપૂર્ણ કરી રહેલ છે. શોને ત્રણ પેઢીઓમાંથી છેવટે પોતાના ટોચના ૧૪ પ્રતિસ્પર્ધીઓ મળી ગયાં છે જેઓ વિજેતાના બિરૂદ માટે સંગ્રામ કરશે.
‘બચપન સ્પેશ્યલ’ થીમ વાળો આવી રહેલ એપિસોડ દરેક જણ પર લાગણીઓનો કબ્જો જમાવશે કેમ કે દરેક જણે પોતાના બાળપણના સોનેરી સંસ્મરણોની આપ-લે કરી. એવી જ એક એકટ જે દરેક જણને અવાક કરી ગયું તે હતું ૭૦ના દાયકાનું સર્વાધિક આઇકોનિક ગીત-‘ભીગી ભીગી રાતો મેં‘ પર મનિષા અને કરણ દ્વારા કરવામાં આવ્યું જે દરેક જણને તેઓના પ્રથમ પ્રેમ અને વરસાદની યાદ અપાવી ગયું.
તેઓના સુંદર પરફોર્મન્સે ડાયરેકટર શશાંક ખૈતાને સુભાષ ઘઇના મદદનીશ તરીકે કામ કરવાના એમના દિવસોની યાદ અપાવી દીધી અને પરફેકટ રોમેન્ટિક મૂવી બનાવવાનું પોતાનું રહસ્ય પણ છતું કર્યું, “બોલીવુડના હીરો અને હીરોઇનનો રોમાન્સ રાધા અને કૃષ્ણ જેવો હોવો જોઇએ અને જો વ્યક્તિ તેનું નિરૂપણ એટલી સારી રીતે કરી લે છે તો તે હશે પરફેકટ રોમેન્ટિક ફિલ્મ”.