દર્શકો સમક્ષ ભારતીય પુરાણકથાની ઓછી જાણિતી કહાણીઓ લઇને કલર્સની ભવ્ય પ્રસ્તુતિ મહાકાલી- અંત હી આરંભ હૈ પોતાના આવી રહેલ એપિસોડસમાં મનસા દેવીની કહાણી લઇને આવશે. જાજરમાન અને તરવરતી, રશ્મિ ઘોષને આ પાત્ર ભજવવા ઉતારવામાં આવી રહેલ છે.
હિન્દુ પુરાણકથામાં, મનસા દેવી સર્પની દેવી તરીકે પણ જાણીતી છે અને ફળદ્રુપતા તથા સમૃદ્ઘિ માટે તેણીની પૂજા કરવામાં આવે છે. ઉશ્કેરવામાં આવે ત્યારે પોતાના ભયંકર સ્વરૂપ માટે જાણિતી તેણી, જયારે સાચે જ તેને સમર્પિત હોય તેવા કોઇકના પર રીઝે તો ખૂબ જ દયાળુ છે. હેવું પણ માનવામાં આવે છે કે મનસા દેવી પૃત્વી પરના સર્પો પર અંકુશ ધરાવે છે અને તેણીની પૂજા-અર્ચના કરવા પર સાપ ડંખ મારે તો તેમાંથી સાજા થઇ જવાય છે.
સ્પષ્ટ રીતે, રશ્મિ ઘોષને લાગે છે કે નાગ તેના માટે શુકનિયાળ છે કેમ કે તે ત્રીજી વખત સર્પનું પાત્ર ભજવી રહેલ છે. તેણી મહાકાલી- શોને જુએ છે અને તેના વિષયવસ્તુની ભારે પ્રશંસક છે, જેના કારણે તેણીએ આના માટે હા પાડી દેવાનો નિર્ણય લીધો.
મનસા દેવી તરીકેની પોતાની ભૂમિકા પર ટિપ્પણી કરતાં રશ્મિ ઘોષે કહ્યું, “કલર્સનું મહાકાલી-અંત હી આરંભ હૈ ટેલિવિઝન પર ખૂબ જ લોકપ્રિય પૌરાણિક સીરિઝ છે અને હું આ શોનો હિસ્સો બનવા બાબતે ખૂબ જ ખુશ છું. ટીમે મારા દેખાવ બાબતે ખાસ્સુ ધ્યાન આપેલ છે, મને ખૂબ જ શક્તિશાળી અને પાત્રને અનુરૂપ તેજવાન દેખાડેલ છે. હું દર્શકો જયારે મને શો પર મનસા દેવીની ભૂમિકામાં જોશે તો તેઓના ફીડબેક માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલ છું.”
આ શોમાં, દર્શકો મનસામાંથી મનસા દેવી બનવાની મુસાફરી અને પોતાના માતા–પિતા, મહાદેવ અને મહાકાલી સાથેના તેણીના જટિલ સબંધો જોવાના સાક્ષી બનશે.