સ્ત્રીઓ પોતાની સુંદરતા વધારવા માટે ઘરેણા પહેરતી હોય છે. સોના અને ચાંદીના ઘરેણા પહેર્યા બાદ પ્લેટિનમના ઘરેણા આવ્યા. સ્ત્રીઓએ દરેક જગ્યાએ સોનુ સારુ ના લાગે તે માટે અલગ અલગ ડ્રેસ પ્રમાણે અલગ અલગ જ્વેલરી પણ શોધી લીધી. સાડી પર કેવી જ્વેલરી સારી લાગે અને જીન્સ કે વેસ્ટર્ન આઉટફીટ પર કેવી જ્વેલરી શોભે તે પણ નક્કી કરી લીધું.
સ્ત્રીઓને બોલ્ડ અને કોન્ફિડન્ટ લૂક આપે છે કોકટેલ જ્વેલરી. કોકટેલ જ્વેલરીમાં બોલ્ડ ડિઝાઇન હોય છે. કોકટેલ ઇયરરિંગ કે કોકટેલ રિંગ. આ એક એવી જ્વેલરી છે કે જેને પહેર્યા બાદ તમારે બીજી કોઇ જ્વેલરી પહેરવાની જરૂર જ પડતી નથી. કોકટેલ રિંગની ડિઝાઇનમાં સ્ટોનમાં ચોરસ ગોળ, બિગરાઉન્ડ અને ઝીગઝેગ જેવી ડિઝાઇન જોવા મળે છે.
કોકટેલ ઇઅર-રિંગ શોલ્ડર સુધી પહેરાય છે. આમાં મેટલ, ગ્લાસ, પ્રેશિયસ સ્ટોન, બીડ્સ, વુડ, ગોલ્ડ વગેરે મટીરિયલ વાપરવામાં આવે છે. કોકટેલ ઇઅર-રિંગમાં વચ્ચે રિંગની જેમ જ મોટી સાઇઝના સ્ટોન અને આજુબાજુ નાના સ્ટોન હોય છે અથવા આખી મોટી ઇઅર-રિંગ હોય છે જેમાં બારીક સ્ટોન હોય છે. એવી પણ કોકટેલ ઇઅર-રિંગ હોય છે જેમાં માત્ર મોટી સાઇઝનો સ્ટોન જ હોય છે. જ્યારે કોકટેલ ઇઅર-રિંગ પહેરો ત્યારે ગળામાં કંઈ ન પહેરવું, કેમ કે જો તમે હેવી કોકટેલ ઇઅર-રિંગ પહેરો અને ગળામાં પણ કંઈ પહેરશો તો સારુ નહી લાગે.