બોલિવુડ અભિનેતા સંજય દત્ત પર બનેલી બાયોપિક સંજુએ 200 કરોડ ક્લબમાં એન્ટ્રી લઇ લીધી છે. સંજય દત્તના જીવન પર બનેલી આ ફિલ્મને દર્શકો અને ક્રિટીક્સ દ્વારા ખૂબ વાહ વાહી મળી છે. ફિલ્મના પહેલા દિવસની કમાણી જ 34.75 કરોડ થઇ હતી. જેણે ઘણી ફિલ્મના રેકોર્ડ તોડી નાંખ્યા હતા. બે જ દિવસમાં સંજુએ 50 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ફક્ત ત્રણ દિવસની અંદર જ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઇ હતી.
6 દિવસની અંદર 200 કરોડ ક્લબમાં સામેલ થઇને સંજુએ ઘણી ફિલ્મના રેકોર્ડ તોડી નાંખ્યા છે. બજરંગી ભાઇજાન, બાહુબલી અને યે જવાની હૈ દિવાનીના બોક્સઓફિસ રેકોર્ડ પણ સંજુએ બ્રેક કર્યા છે.
સંજય દત્તના જીવન પર બનેલી આ ફિલ્મમાં તે ડ્રગ એડિક્ટ હતા અને બાદમાં તેમના જીવનમાં આવેલા ઉતાર ચડાવ અને જેલ જવાની વાત બતાવવામાં આવી છે. ફિલ્મમાં એક પિતા પુત્રની વાર્તા છે અને બે પાક્કા મિત્રોની વાત છે. કેવી રીતે સંજય દત્તના પિતા સુનિલ દત્ત અને સંજુનો મિત્ર કમલેશ તેની મદદ કરે છે તેના ઉપર આખી વાર્તા છે. ફિલ્મમાં સંજુનો રોલ રણબીર કપૂરે કર્યો છે. સંજુના ખાસ મિત્ર કમલેશ કે જેનુ રિયલ નામ પરેશ છે તેનો રોલ વિક્કી કૌશલે કર્યો છે. સુનિલ દત્તનુ પાત્ર પરેશ રાવલે અને નરગીસનું પાત્ર મનિષા કોઇરાલાએ ભજવ્યુ છે.
સંજય દત્તે થોડા સમય પહેલા જ તેની અને સુનિલ દત્તની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને લખ્યુ હતુ કે “કાશ મારા પિતા મને મુક્ત જોઇ શક્યા હોત” વેલ, કોન્ગ્રેચ્યુલેશન્સ ટીમ સંજુ.