ભારતીય નેવીએ પોતાની ભવિષ્યની જરૂરિયાતને જોતા તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવી ટેકનિકની સબમરિન બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેવામાં રુસે ભારત સાથે એક કમ્બાઇન્ડ સબમરિન બનાવવાનો પ્રસ્તાવ ભારત સામે રાખ્યો છે. રુસનુ કહેવુ છે કે, આ પ્રસ્તાવમાં રુસે કહ્યુ છે કે ટેકનોલોજી પણ ટ્રાંસફર કરશે.
અંગ્રેજી ન્યૂઝપેપર ઇકોનોમિક્સ ટાઇમ્સ અનુસાર બંને દેશો વચ્ચે સમિટમાં આ વિષે વાત થઇ હતી. જેમાં લગભગ 10 બિલિયન ડોલરની નવી 6 ઇલેક્ટ્રોનિક સબમરિન બનાવવાની ચર્ચા થઇ હતી. જેની જરૂર ભારતને પણ છે. આ સબમરિન એ આઇ પી સિસ્ટમ હેઠળ અંડરવોટર કામ કરશે. ભારત સાથે સંબંધ બનાવવા માટે રુસે આ માર્ગ અપનાવ્યો છે. સૌથી મોટી વાત તે છે કે, રુસ ટેકનોલોજી અને ડિઝાઇનની સાથે કંસ્ટ્રક્શન કરવા માટે પણ રાજી છે. આ ટકનોલોજી અને ડિઝાઇનનો ખર્ચ આશરે 200 ડોલર સુધીનો થશે.
હવે આ સબમરિનનું કામ ક્યારે શરૂ થશે તે સમય જતાં ખબર પડશે.