પીએમ મોદીએ રાણીપમાં કર્યુ પ્રથમવાર મતદાન
ખબરપત્રી (અમદાવાદ): વડાપ્રધાન મોદીએ ગુજપાત વિધાનસભા ચૂંટણીના બીજી તબક્કાના મતદાનમાં પ્રથમવાર વડાપ્રધાન તરીકે મતદાન કર્યું. આમ તેઓ દેશના પ્રથમ વડાપ્રધાન છે જેઓએ ગુજરાતમાં મતદાન કર્યું હોય. આ પહેલા પણ તેઓ એ બે વાર રાણીપમાં મતદાન કર્યું હતુ પણ પીએમ તરીકે પ્રથમવાર મતદાન કર્યું છે.
વડાપ્રધાન મોદી જ્યારે મતદાન મથકે મત આપવા જઇ રહ્યાં હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. મતદાન મથકે પહોંચી પીએમ મોદી સામાન્ય લોકો સાથે લાઇનમાં ઉભા રહી પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મતદાન કેન્દ્રની બહાર આવી લોકોનું અભિવાદન કર્યું છે, આ દરમિયાન તેઓ ૨૦૦ મીટરથી વધુ ચાલ્યા હતા. નાગરિકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અરુણ જેટલી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શંકર ચૌધરી, આનંદીબહેન પટેલ, એલ.કે.અડવાણી, માધવસિંહ સોલંકી, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શંકરસિંહ વાધેલા જેવા કદાવાર નેતાઓએ પણ પોતાના મતવિસ્તારમાંથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.