પાકિસ્તાનના લાહોરમાં કંઇક એવુ થયુ કે જે કિસ્સાએ લોકોને હસવા માટે મજબૂર કરી દીધા. વરસાદ આવી ચૂક્યો છે અને પાકિસ્તાનના લાહોરમાં ખૂબ વરસાદ પડ્યો હતો. પાકિસ્તાનના એક ન્યૂઝ ચેનલના રિપોર્ટરે અનોખી રીતથી રિપોર્ટીંગ કર્યુ હતુ. ભારે વરસાદ થવાથી રોડ પર પાણી ભરાઇ ગયુ હતુ. ત્યારે એક ચેનલના રિપોર્ટરે બાળકોને નાહવાના બાથટબમાં બેસીને રોડ પર ભરાયેલા પાણીમાં રિપોર્ટીંગ કર્યુ હતુ. જેનો વિડીયો વાઇરલ થયો છે. જે વિડીયોને જોઇને લોકો પોતાનુ હસવુ રોકી નથી શકતા.
પાકિસ્તાની રિપોર્ટરે પાકિસ્તાનની જળ અને સ્વચ્છતા એજન્સી વાસા માટે કહ્યુ હતુ કે, આ લોકો પાણીનો નિકાલ કરવામાં સક્ષમ નથી. જેના લીધે રોડ ઉપર પાણી ભરાઇ ગયુ છે અને તેથી તમે વોટર પાર્ક જવાની જગ્યાએ રોડ ઉપર જ વોટરપાર્કનો આનંદ લઇ શકશો. આ વિડીયોને 12 હજારથી વધુ લોકોએ શેર કર્યો છે. 5 લાખ કરતા વધારે લાઇક્સ મળી છે અને હજારથી વધારે કમેન્ટ મળી છે.
પકિસ્તાનમાં અવારનવાર રિપોર્ટરના અવનવા વિડીયો સામે આવતા જ રહે છે. ત્યારે અત્યારે વાઇરલ થઇ રહેલા આ વિડીયોને જોઇને તમે હસવાનુ રોકી નહી શકો.