દુબઇની પ્રતિષ્ઠિત એરલાઇન્સ એમિરેટ્સે યાત્રીઓને અપાતુ હિંદુ ભોજનના ઓપ્શનને બંધ કરી દીધુ છે. આ વિકલ્પ ખાસ કરીને ભારતીય લોકો મોટે રાખવામાં આવ્યો હતો. જ્યારે એરલાઇન્સનુ કહેવુ છે કે યાત્રીઓ પાસે લીધેલા ફિડબેકના આધારે જ બદલાવ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી એરલાઇન્સે પોતાના સ્વાદ પ્રમાણે મીલ અને નાસ્તો સિલેક્ટ કરવાનો ઓપ્શન રાખ્યો હતો. હિંદુ યાત્રીઓ માટે એડવાન્સ બુક કરવાનો ઓપ્શન રાખવામાં આવ્યો હતો. જેમાં તે શાકાહારી વસ્તુઓ સિલેક્ટ કરી શકતા હતા. નોનવેજમાં પણ બીફ ના હોય તેવી રીતે મીલ સિલેક્ટ કરી શકતા હતા. જે સેવાને હવે એરલાઇન્સે બંધ કરી દીધી છે. એમિરેટ્સના મેનુમાં યહૂદીઓ માટે પણ એક અલગથી મેનુ રાખવામાં આવ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, 1985માં દુબઇના એક વ્યક્તિએ 2 વિમાન દ્વારા શરૂ કરેલી એરલાઇન્સ હવે દુનિયાની પ્રતિષ્ઠિત એરલાઇન્સ બની ચૂકી છે.