ઉત્તરપ્રદેશ સરકારે મદ્રેસા માટે ડ્રેસ કોડ રાખવાનો પ્રસ્તાવ કર્યો છે. અલ્પસંખ્યક બાબતમાં મંત્રી મોહસિન રજાએ કહ્યુ કે મદ્રેસાને પણ બાકી શૈક્ષણિક સંસ્થાની જેમ જ જોવામાં આવે. હજૂ સુધી મદરસામાં વિદ્યાર્થીઓ કુર્તો પહેરીને જ આવે છે. જેના માટે રાજ્ય સરકાર મદ્રેસાને પણ એક ડ્રેસ કોડ આપે. જેથી મદ્રેસાના વિદ્યાર્થીઓ પણ અન્ય શાળાએ જતા બાળકોની જેમ યુનિફોર્મ પહેરીને મદ્રેસામાં જાય.
મુરાદાપુર, રામપૂર અને બિજનૌરમાં ચાલનાર મદ્રેસામાં આ પ્રયાસને આવકારવામાં આવ્યો છે. જમાત ઉલેમા એ હિન્દના ઉત્તરપ્રદેશના પ્રમુખ અશદ રશીદીએ કહ્યુ કે આ પગલાને અમે આવકારીએ છીએ. જો આ બદલાવથી મદ્રેસાના વિદ્યાર્થીઓ માટે સારુ થઇ રહ્યુ હોય તો તેમને કોઇ વાંધો નથી. જ્યારે બીજી તરફ ઓલ ઇંડિયા શિયા પર્સનલ લો બોર્ડના પ્રવક્તા યાસૂબ અબ્બાસે આ બદલાવ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
અબ્બાસે કહ્યુ હતુ કે, પારંપારિક પોશાક પર કોણે વાંધો ઉઠાવ્યો છે. તે આ પક્ષમાં નથી કે મદ્રેસાના વિદ્યાર્થીઓ ઉપર જબરજસ્તી નવો ડ્રેસ કોડ લાગૂ કરે.