નડિયાદ: ખેડા જિલ્લામાં આજે સવારે ૦૭:૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન જિલ્લાના કપડવંજમાં ૩૨ મી.મી., કઠલાલમાં ૧૦ મી.મી અને મહુધામાં ૩ મી.મી સહિત કુલ ૪૫ મી.મી વરસાદ નોંધાયો છે. કલેકટર કચેરી ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના જણાવ્યા મુજબ જિલ્લામાં આજે બપોરે બે કલાક સુધીમાં નોંધાયેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
ખેડા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક હોવાનું કલેકટરશ્રીઆઇ.કે.પટેલે જણાવ્યું છે. જિલ્લાના તમામ અધિકારીઓ તથા તલાટીઓને મુખ્ય મથક ઉપર હાજર રહેવા સુચનાઓ આપવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પ્રશાસન સજ્જ હોવાનું પટેલે ઉમેર્યુ હતું.
અનુ. નં | તાલુકાના નામ | ૪ જુલાઇ- સવારે ૦૭:૦૦ કલાક સુધીનો કુલ વરસાદ (મી.મી) | ૪ જુલાઇ- રોજ બપોરે ૦૨:૦૦ કલાક સુધીનો વરસાદ
(મી.મી) |
કુલ વરસાદ |
૧ | નડિયાદ | ૬૫ | ૯૨ | ૧૫૭ |
૨ | માતર | ૫૫ | ૨૫ | ૮૦ |
૩ | ખેડા | ૫૯ | ૨૦ | ૭૯ |
૪ | મહેમદાવાદ | ૩૯ | ૧૪ | ૫૩ |
૫ | મહુધા | ૮૫ | ૩૪ | ૧૧૯ |
૬ | કઠલાલ | ૬૯ | ૨૩ | ૯૨ |
૭ | કપડવંજ | ૧૬૧ | ૦૭ | ૧૬૮ |
૮ | વસો | ૩૭ | ૧૦૫ | ૧૪૨ |
૯ | ગળતેશ્વર | ૮૪ | ૭૮ | ૧૬૨ |
૧૦ | ઠાસરા | ૬૧ | ૩૨ | ૯૩ |
૭૧૫ | ૪૩૦ | ૧૧૪૫ |
બુધવાર બપોરના ૦૨:૦૦ કલાક સુધીમાં વસોમાં ૪ ઇંચ, નડિયાદમાં ૩.૫ ઇંચ અને ગળતેશ્વરમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ ૧૬૮ મી.મી કપડવંજમાં જ્યારે સૌથી ઓછો વરસાદ ૫૩ મી.મી મહેમદાવાદ તાલુકામાં નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૧૧૪૫ મી.મી. નોંધાયો છે.