બોલીવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રેને થયું કેંસરઃ ન્યુયોર્કમાં ચાલી રહી છે સારવાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મોડલમાંથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર ૪૩ વર્ષીય જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રે હાલમાં કેંસર સામે લડાઇ રહી છે. સોનાલી કેંસરની બિમારીમાંથી પસાર થઇ રહી છે તે વાતનો ખુલાસો તેમણે પોતાના ટ્વિટર એકાઉંટ પર કર્યો હતો. આ બિમારીની સારવાર તેમના ડોક્ટર્સની સલાહ મુજબ ન્યુયોર્કમાં ચાલી રહી છે.

Sonali Bendre Tweet 1

સોનાલીએ સ્ટાર ડસ્ટ ટેલેન્ટ સર્ચમાં પસંદગી પામ્યા પહેલા કારકિર્દીની શરૂઆત મોડેલ તરીકે કરી હતી. ગોવિંદા સાથે ૧૯૯૪માં આવેલી ફિલ્મ આગ તેમની પ્રથમ ફિલ્મ છે અને આ ફિલ્મ માટે તેમને લક્સ ન્યુ ફેસ ઓફ ધ યર માટેનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

સોનાલી બેન્દ્રેએ જાણીતા ફિલ્મ દિગ્દર્શક ગોલ્ડી બહલ સાથે ૨૦૦૨માં લગ્ન કર્યા છે અને તે એક પુત્રની માતા પણ છે.

Share This Article