રિલીઝ પહેલા વરુણ ધવને જોઇ ધડક આપ્યો રિવ્યુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ધડક’ 20 જુલાઇએ રિલીઝ થઇ રહી છે. જ્હાન્વીના ફેન્સ આ ફિલ્મની ખુબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે જ આ ફિલ્મનો પહેલો રિવ્યુ સામે આવ્યો છે. વરુણ ધવને ફિલ્મની રિલીઝ પહેલા જ ફિલ્મ જોઇ અને તેણે જણાવ્યુ હતુ કે ફિલ્મ કેવી છે.

કરન જોહરે વરુણ ધવન અને તે બંને વોતા કરી રહ્યા છે તેવો એક વિડીયો શેર કર્યો છે. ત્યાં શશાંક ખેતાન પણ મોજુદ છે. ત્યારે કરન જોહર વરુણને પૂછે છે કે ફિલ્મ કેવી લાગી ત્યારે વરુણ જવાબ આપે છે કે, ફિલ્મ ખૂબ સરસ છે. તેને ફિલ્મના ડિરેક્ટર શશાંક પર ગર્વ છે. ફિલ્મ ધડકમાં જ્હાન્વીના ઓપોઝીટ શાહીદ કપૂરનો ભાઇ ઇશાન ખટ્ટર છે. આ ફિલ્મની શરૂઆત થઇ ત્યારથી જ ઇશાન અને જ્હાન્વીની કેમેસ્ટ્રીને લઇને ચર્ચા થવા લાગી હતી. હવે ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે કે ફિલ્મ વરુણે કહ્યુ એમ સારી છે કે નહી.

તમને જણાવી દઇએ કે ધડક એ મરાઠી સુપરહિટ ફિલ્મ સૈરાટની હિંદી રિમેક છે.

Share This Article