મનોજ વાજપેયીની ફિલ્મ સત્યાને આજે 20 વર્ષ થઇ ગયા છે. 3 જુલાઇ 1998ના રોજ સત્યા રિલીઝ થઇ હતી. જેના ભીખુ મ્હાત્રેના પાત્રને બોલિવુડમાં આઇકોનિક રોલમાના એક રોલ તરીકે માનવામાં આવે છે. રસપ્રદ વાત તો એ છે કે જ્યારે સત્યાની સ્ક્રિપ્ટ મનોજ પાસે આવી હતી ત્યારે તેમણે ફિલ્મ કરવાથી ઇન્કાર કરી દીધો હતો.
મનોજ વાજપેયીને ફિલ્મમાં લીડ રોલ કરવો હતો. જેના લીધે તેમણે ભીખુ મ્હાત્રેના પાત્રને કરવાથી ઇન્કાર કર્યો હતો. બાદમાં આ પાત્ર એટલુ ફેમસ થયુ કે તેનો પોપ્યુલર ડાયલોગ મુંબઇ કા કિંગ કૌન ભીખુ…મ્હાત્રે ફેન્સ આજે પણ બોલતા નજરે ચડે છે.
મનોજે હાલમાં જ કહ્યુ હતુ કે, તે આ રોલ કરવા માટે તેના કૂક પાસેથી ટિપ્સ લેતા હતા. તેમનો કૂક કોલ્હાપૂરથી હતો જેથી ભાષા અને એસેન્ટ વગેરે તેની પાસેથી શીખીને કેમેરાની સામે આવતો હતો. ફિલ્મ રિલીઝ થઇ ત્યારે તેને જોવા માટે ફક્ત 15-20 લોકો જ આવતા હતા. બાદમાં અચાનક જ ફિલ્મ જોવા આવનારની સંખ્યા વધી ગઇ અને થિયેટરમાં એક વાર ફરી સત્યા લગાવવી પડી હતી.