પાકિસ્તાનના સિંધ પ્રદેશના નવાબ શાહ શહેરમાં જય સિંધ સમાજ ક્યૂમિ મહાજ પાર્ટી દ્વારા માર્ચ કરવામાં આવી હતી. જેમાં હજારો લોકો સામેલ થયા હતા. આ માર્ચમાં અલગ દેશ અને સિંધી લોકોને ગાયબ કરી દેવામાં આવે છે તેના વિરોધમાં પ્રદર્શન કરવામા આવ્યુ હતુ. પાકિસ્તાનમાં સિંધ દેશને અલગ દેશનો દરજ્જો આપવામાં આવે તે માટે નારા લગાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં અંદરો અંદર અલગ અલગ દેશ બનાવવાની જાણે સ્પર્ધા ચાલી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. બલૂચિસ્તાન બાદ હવે સિંધ પ્રાંતના લોકોએ અલગ દેશ બનાવવાની માંગ કરી છે. આવુ પહેલી વાર નથી બની રહ્યુ કે સિંધી લોકોએ અલગ દેશ બનાવવા માટેની માંગ કરી હોય. આ પહેલા પણ તેમણે સિંધ પ્રદેશને આઝાદી આપવા માટેની માંગ કરી હતી. જેના લીધે પાકિસ્તાની સેનાએ તેમને જેલ હવાલે કરી દીધા છે, અથવા તો નિર્મમ હત્યા કરી નાંખવામા આવી છે.
બલૂચિસ્તાન અને સિંધ પ્રાંતમાંથી હજારો લોકોને ગાયબ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જે પાકિસ્તાનના વિરોધમાં બોલે છે તેમને ગાયબ કરી દેવામાં આવે છે.