પીડીપી અને ભાજપા જ્યારથી જમ્મૂ-કાશ્મીરમાં અલગ થયા છે, ત્યારથી કોંગ્રેસ ત્યાં સરકાર બનાવવા માટે ગોઠવણ કરી રહી છે. સરકાર બનાવવાની સંભાવનાઓને ચકાસવા માટે આજે પૂર્વ મુખ્યમંત્રી મનમોહન સિંહની આગેવાનીમાં કોંગ્રેસે જમ્મૂ-કાશ્મીરના નેતાઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરી.
બેઠકમાં આશરે ૧૦૦ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતુ. જેમાં પૂર્વ અને વર્તમાન સાસંદ, વિધાનસ્ભયો નો સમાવેશ થાય છે. મળતા સમાચાર મુજબ પીડીપીએ કોંગ્રેસ સાથે મળી રાજ્યમાં સરકાર બનાવવાની પહેલ કરી છે. આ માટે કોંગ્રેસની પ્લાનિંગ ગ્રુપની આજે દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. મંગળવારે કોંગ્રેસ ધારાસ્ભ્યોની શ્રીનગરમાં બેઠક પણ યોજાવાની છે, જેમાં રાજનૈતિક ઘટનાક્રમ પર ચર્ચા થશે.
જમ્મૂ-કાશ્મીરમાં સરકાર રચવા માટે ૪૪ વિધાનસભ્યોની જરૂર છે. પીડીપીની પાસે ૨૮ વિધાનસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે ૧૨ વિધાનસભ્યો છે. જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી આજે દિલ્હીમાં જ છે અને એવી શક્યતાઓ દેખાઇ રહી છે કે તેઓ યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.