ટ્વિટર પર લોકો સુષ્માને લોકોની મદદ કરવાવાળા મંત્રી તરીકે ઓળખતા હતા અને તેમની ભરપૂર પ્રશંસા કરતા હતા. હવે સુષ્મા સ્વરાજ ટ્વિટર ટ્રોલર્સના શિકાર બન્યા છે. લખનૌના બહુચર્ચિત હિંદુ-મુસ્લિમ પાસપોર્ટ કેસ બાદ લોકોએ સુષ્મા સ્વરાજને ટ્રોલ કર્યા છે. સુષ્માએ ગાંધીગીરી કરીને ટ્રોલરને જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે, આલોચના કરો પણ અભદ્ર ભાષામાં નહી.
સુષ્મા સ્વરાજે એક પોલ પણ કર્યો હતો. જેમાં 57 ટકા લોકો તેમની સાઇડ પર આવી ગયા હતા. આ પોલમાં જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી એ પણ ભાગ લીધો હતો.
તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા એક હિંદુ મહિલા કે જેણે મુસ્લિમ સાથે લગ્ન કર્યા હતા તેણે પાસપોર્ટ બનાવવા માટે અરજી કરી હતી. પાસપોર્ટ અધિકારી ઉપર આ મહિલાએ અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જે આરોપ ખોટો હતો, કારણકે જ્યારે તેનો પાસપોર્ટ આવ્યો અને વેરિફિકેશન થયુ ત્યારે ઘણી માહિતી ખોટી નીકળી હતી. ત્યારે ટ્રોલર્સે સુષ્માને એવુ કહીને ટ્રોલ કરી હતી કે તે અધિકારી ફક્ત તેની ફરજ જ બજાવતો હતો. ખૂબ અભદ્ર ભાષામાં સુષ્માને ટ્રોલ કરવામાં આવી હતી.