ભારતીય નૌસેનાના કમાંડર અભિલાષ ટોમી એક અનોખી સમુદ્રી યાત્રા કરવા માટે તૈયાર છે. આ અધિકારી ગોલ્ડન સમ્માનિત ગ્લોબ રેસ (જીજીઆર)માં ભાગ લેવા માટે આમંત્રિત એકમાત્ર એશિયન છે, જે યાત્રા ૧ જુલાઇના રોજ ફ્રાંસમાં લેસ સેબલ્સ ડી ઓલોન હાર્બરથી આરંભ થઇ છે.
ગોલ્ડન ગ્લોબ રેસનું ઓપરેશન બ્રિટેનના સર રોબિન નોક્સ જોનસન દ્વારા ૧૯૬૮માં આરંભ કરાયેલા વિશ્વના પહેલા નોન સ્ટોપ સરકમનેવિગેશનની યાદમાં કરવામાં આવી રહ્યું છે. કમાંડર અભિલાષ ટોમી ભારતના સર્વાધિક મુ્ખ્ય નાવિકોમાંથી એક છે. તેમણે સેલની અંદર ૨૦૧૨-૧૩માં ગ્લોબની સોલો નોન સ્ટોપ સરકમનેવિગેશન સહિત ૫૩,૦૦૦ નોટિકલ માઇલ કવર કર્યા છે. તેઓ કીર્તિ ચક્ર, મેક ગ્રેગર તથા તેનજિંગ નોર્ગ એવોર્ડ વિજેતા પણ છે.
કમાંડર અભિલાષ ટોમી મૈત્રીપૂર્ણ પ્રકૃતિ પર યાત્રા કરતા ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ રેસ એપ્રિલ ૨૦૧૯માં લેસ સેબલ્સ ડી ઓલોનમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. રેસની ગતિવિધિને જીજીઆરની અધિકૃત વેબસાઇટ પર જોઇ શકાશે.