અમદાવાદઃ પ્રેગનન્સી મેનેજમેન્ટ એ નવજાત શિશુઓ, માતાપિતા બનવા જઈ રહેલા લોકો અને તેમના પરિવારોની સુખાકારી માટે મહત્તમ અસરકર્તા એવું પેચીદું અને અત્યંત સ્પેશિયલાઈઝ્ડ ફિલ્ડ મેડીસીનનું છે. હાલના અભ્યાસ પ્રમાણે, ભારતાં નોંધપાત્ર રીતે જેનેટિક ડિસઓર્ડર્સની ઘટનાઓ વધી રહી છે, જેમાં દર ૮૦૦ બાળકોનાં જન્મમાં એક બાળકને ડાઉન્સ સિન્ડ્રોમનું નિદાન થાય છે, પ્રતિ વર્ષ ડાઉન્સ સિન્ડ્રોમ સાથે કુલ ૩૭૦૦૦ શિશુઓનું નિદાન થાય છે. વધુમાં, દર ૬૦૦૦ બાળકોનાં જન્મમાં એક બાળકનું નિદાન એડવડ્ર્સ સિન્ડ્રોમ સાથે તથા પ્રતિ વર્ષ દર ૧૦૦૦૦ નવજાત શિશુઓમાં એકને પટાઉસ સિન્ડ્રોમનું નિદાન થાય છે.
ભારતની અગ્રણી ડાયોગ્નોસ્ટિક્સ ચેઈન ન્યુબર્ગ ડાયોગ્નોસ્ટિક્સ દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર સાથે એનઆઈપીટી સેવાઓમાં વૈશ્વિક અગ્રણી અને ભારતમાં આઇઓએનએ સીઈ-આઈવીડી પ્રોડક્ટ ન્યુબોર્ગ-સુપ્રાટેક અમદાવાદ, ન્યુબર્ગ સેન્ટરફોર જિનોમીક મેડિસીન દ્વારા લાવવા માટે યુકેની પ્રીમૈથા હેલ્થ સાથે સહયોગ સાધવામાં આવ્યો છે.
ભારતમાં જે મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે, તેમાં દેશમાં હાઈ બર્થ રેટના લીધે કોનજેનિટલ અનોમલીસ થઈ શકે છે અને યુગલ તેના બાળકના આરોગ્યને સુનિશ્ચિત કરવા માટે રંગસૂત્રીય ખામી અંગે સગર્ભાવસ્થામાં વહેલાસર નિદાન કરે એ માટેનું છે. આ સામાન્ય રીતે ચોક્કસરિસ્ક એસેસમેન્ટ મેળવવા માટે બાયોકેમિકલ ઈન્વેસ્ટીગેશન સાથે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન્સ વડે કરવામાં આવે છે અને પેરેન્ટલ સ્ક્રીનીંગ તરીકે પ્રેગનન્સી મેનેજમેન્ટ માટે સહયોગ આપી શકાય છે.
હાલની વધુ આધુનિક પદ્ધતિ પેરેન્ટલ સ્ક્રીનીંગ માટે એનઆઈપીટી છે, જેના માટે ન્યુબર્ગ- આઇઓએનએદ્વારા મેટરનલ બ્લડમાંંથી ડીએનએનો ઉપયોગ કરાય છે અને ડાઉન્સ સિન્ડ્રોમ (ટી૨૧), એડવર્ડ સિન્ડ્રોમ (ટી૧૮), પટાઉ સિન્ડ્રોમ (ટી૧૩) અને ટર્નર્સ સિન્ડ્રોમ(મોનોસોમી એક્સ) સહિત રંગસૂત્રીય ડિસઓર્ડર્સના જોખમને ખૂબ સચોટ રીતે જાણી શકવા માટે બાયોઈન્ફોર્મેટિક્સ સાથે નેક્સ્ટ જનરેશન સિક્વન્સીંગ(એનજીએસ)ના એડવાન્સીસ જિનોમિક્સ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
ન્યુબર્ગ ડાયોગ્નોસ્ટિક્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. સંદીપ શાહે કહ્યું હતું, ‘અમારો એનઆઈપીટી સાથેનો અનુભવ ઘણો જ પ્રોમિસિંગ રહ્યો છે અને અમારા ક્લિનિકલ પાર્ટનર્સ એનઆઈપીટીને સંપૂર્ણપણે સ્વીકારવા સક્ષમ છે કે જેથી કટોકટીભરી પ્રેગનન્સી સંબંધિત ઉત્તમ મેનેજમેન્ટ માટે હાલની પેરેન્ટલ સ્ક્રીનીંગ સેવાઓને મદદ મળી શકે છે. જો કે અમે આ સાથે ઈન્સ્યોરન્સ સર્વિસ પ્રોવાઈડર્સ અને સરકારી એજન્સીઓ સાથે મળીને પણ કામ કરી રહ્યા છીએ કે જેનાથી મોટી સંખ્યામાં દર્દીઓને થતી આર્થિક મુશ્કેલીમાં તેમને મદદરૂપ થઈ શકાય. એ રીતે સગર્ભા મહિલાઓ દ્વારા અમને જે પ્રોત્સાહન મળશે કે જેઓ તેમના મૂલ્યવાન સંતાનના આરોગ્યને સમજવામાં તેમને મદદ માટે પોસ્ટ -એનઆઈપીટી ટેસ્ટ કરાયા પછી અમારો આભાર વ્યક્ત કરશે.’
ન્યુબર્ગ ડાયોગ્નોસ્ટિક્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. જીએસકે વેલુએ કહ્યું હતું, ‘અમારૂ મુખ્ય લક્ષ ડાયોગ્નોસ્ટિક્સ પાર્ટનર તરીકે આધુનિક ટેકનોલોજીનો સ્વીકાર કરીને એનઆઈપીટી જેવા અમારા ક્લિનિકલ સમુદાયને ઉપયોગી એવા ટેસ્ટ માટે અને દર્દીની સારવાર ઉત્તમ રીતે થાય એ માટેનો છે.’
આ અપ્રોચમાં બે મુખ્ય લાભ રહેલા છે.
૧. અન્ય નોન–ઈનવેસિવ પદ્ધતિઓની તુલનામાં વધુ સારી એનેલિટિકલ સેન્સિટિવિટી ૯૯ % આપે છે.
૨. તે માતા અને બાળક બંને માટે ખૂબ સુરક્ષિત છે અને બિનજરૂરી ઈનવેસિવ પ્રોસિજરથી દૂર રહેવામાં મદદ કરે છે.
ન્યુબર્ગ – આઇઓએનએટેસ્ટને ૨ ટકા ફેટલ ફ્રેક્શન પર કરવામાં આવે છે અને ઉપરોક્ત બાબત ક્લિનિકલ યુઝ તરીકે ૧૦ સપ્તાહની ગર્ભાવસ્થામાં કરી શકાય છે અને રિડ્રો કે રિસેમ્પલિંગ રેટ્સ (૦.૫ ટકા) જેટલું ઘટાડી શકાય છે.
ન્યુબર્ગ- આઇઓએનએમાતાના લોહીનો ઉપયોગ કરીને થાય છે અને તે આપણને ક્લિનિકલી આંતરરાષ્ટ્રીય માપદંડોના સંબંધિત પરિણામો ખૂબ કોસ્ટ ઈફેક્ટિવ રીતે ટૂંકા ગાળામાં જ કરવામાં મદદ કરશે કે જેનાથી પ્રેગનન્સી કેરમાં તબીબી સમુદાયને સહયોગ મળશે.
ન્યુબર્ગ ડાયોગ્નોસ્ટિક્સ એક ગ્લોબલ લેબોરેટરી અલાયન્સ તરીકે ભારતભરમાં અમારા પીસી-પીએનડીટી સર્ટિફાઈડ સેન્ટર્સના નેટવર્ક દ્વારા એનઆઈપીટીનો ઉપયોગ કરી શકે છે.