ભારતીય બેંક પાસેથી લોન લઇને પરત ના ચૂકવી શકનાર વિજય માલ્યા ભારતની બહાર જતા રહ્યે છે. ઘણા લાંબા સમયથી તેણે પોતે નિર્દોષ છે તે બાબત પર કાંઇ કહ્યુ નથી. હાલમાં જ વિજય માલ્યનું પ્રાઇવેટ આલિશાન જેટની નિલામી કરવામાં આવી હતી. માલ્યાનું આ લગ્ઝરી જેટ 34. 08 કરોડ રૂપિયામાં વેચાયુ હતુ. ત્રણ વાર આ જેટની નિલામી રાખવામાં આવી હતી પરંતુ કાયદાને લીધે ત્રણ વાર નિલામી સફળ થઇ નહોતી.
અમેરિકા બેસ્ડ કંપની એવિએશન મેનેજમેન્ટ સેલ્સે વિજય માલ્યાનું આ જેટ ખરીદ્યુ છે. આ જેટ માટેની ઉંચામાં ઉંચી બોલી મુંબઇ હાઇકોર્ટની મંજૂરીને આધીન છે. આ જેટ ખરીદવા માટે કંપનીએ 5.05 બિલિયનની બોલી લગાવવામાં આવી હતી.
માલ્યાનુ આ જેટ લગ્ઝરી છે. તેની અંદર કસ્ટમાઇઝ ફર્નિચર પણ છે. આમ તો આ જેટની કિંમત 100 મિલિયન ડોલર છે, પરંતુ નિલામીને કારણે અમેરિકી કંપનીને આ જેટ ખૂબ સસ્તામાં મળી ગયુ હતુ. બીજી તરફ છેલ્લા પાંચ વર્ષથી આ જેટે કોઇ ઉડાન નથી ભરી તેના લીધે તેની ગ્રાઉંડ કંડિશન પર સવાલ ઉઠી શકે છે. જેના લીધે ખૂબ સસ્તામાં આ પ્લેન અમેરિકી કંપનીને સોંપી દેવામાં આવ્યુ છે.