પ્રખ્યાત જ્યોતિષાચાર્ય અને ધર્મગુરુ દાતી મહારાજ ઉપર રેપ કેસનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે પિડીતાને સાંભળીને કેસ લખી લીધો છે. હવે દાતી મહારાજના સમર્થકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. દાતી મહારાજે પોતાની જ એક શિષ્યા પર દુષ્કર્મ કર્યુ હતુ અને તેના સાક્ષીઓને દાતી મહારાજના સમર્થકો ધમકીઓ આપી રહ્યા છે.
દાતી મહારાજ પર કેસ ફાઇલ કરવામાં આવ્યો ત્યારે મુખ્ય સાક્ષી સચિન જૈન પર દાતી મહારાજના સમર્થકોએ દબાવ બનાવવાનો મામલો સામે આવ્યો હતો. દાતી મહારાજે આ ઘટનાને પૂર્વ સમર્થકો દ્વારા કરાયેલ ષડયંત્ર ગણાવ્યુ છે.
સચિન જૈનના કહેવા અનુસાર 23 જુને જ્યારે તે પરિવાર સાથે જઇ રહ્યા હતા ત્યારે એક એસયુવી કારે તેમની કારને રોકી હતી અને તેમાંથી 6 લોકો નીકળ્યા હતા. તે 6 લોકોએ બંદૂક બતાવીને બધાને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યુ હતુ કે જો દાતી મહારાજ વિરુદ્ધ કાંઇ પણ કોર્ટ કે મિડીયામાં કહ્યુ છે તો અંજામ ખરાબ આવશે. ધમકી આપનાર લોકો કોણ હતા તે સ્પષ્ટ થયુ નથી.