ટ્યુનિશિયાએ ગુરુવારની મેચમાં પનામાને મ્હાત આપી હતી. ગ્રુપ જીમાં રમાઇ રહેલી છેલ્લી મેચ ટ્યુનિશિયા અને પનામા વચ્ચે હતી. જેમાં ટ્યુનિશિયીએ પનામાને 2-1થી હરાવીને ગ્રુપ જીમાં જીત મેળવી હતી, સાથે જ ટુર્નામેન્ટનો અંત કર્યો હતો. બીજી તરફ પહેલી વાર વિશ્વકપમાં ક્વોલિફાય કરનારી ટીમ પનામા આ વિશ્વકપમાં જીત મેળવ્યા વગર પરત ફરી હતી. આખા વિશ્વકપ દરમિયાન પનામાએ ફક્ત બે ગોલ કર્યા હતા.
ટ્યુનિશિયા ટીમની પણ વિશ્વકપમાં પહેલી જીત છે. તેણે ગ્રુપમાં છેલ્લી ત્રણ મેચ રમીને પોતાનું સ્થાન ફાઇનલમાં બનાવી લીધુ હતુ. પનામાને ત્રણ મેચમાં હાર મળી હતી જેથી તે ગ્રુપ જીમાં ચોથા સ્થાને રહી હતી. ટ્યુનિશિયાની ટીમ ડિફેન્સિવ રમી રહી હતી. તેમ છતાં મેચનો પહેલો ગોલ પનામાના હિસ્સમાં જ આવ્યો હતો. આ ગોલ થવાથી પનામાના ખેલાડીઓમાં ઉત્સાહ આવી ગયો હતો.
ટ્યુનિશિયા ટીમ પનામાની બરાબરી કરી શકે તેવો ચાન્સ 41મી મિનિટે આવ્યો હતો. ટીમ ટ્યુનિશિયાએ 41મી મિનિટ પર ગોલ કર્યો અને પનામાની ટીમ સાથે 1-1ની બરાબરી કરી હતી. ત્યાર બાદ ટ્યુનિશિયાએ બીજો ગોલ કર્યો હતો અને પનામાને 2-1થી હાર આપી હતી. ગ્રુપ જીમાં વિજયી વિદાય લીધી હતી.