26 મહિના બાદ સર્જીકલ સ્ટ્રાઇકનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ છે કે જે લોકોનો સર્જીકલ સ્ટ્રાઇકને લઇને સવાલ હતા તેમણે હવે તેમના મગજના દરવાજા ખોલી લેવા જોઇએ અને વિશ્વાસ કરી લેવો જોઇએ. તેમણે કહ્યુ હતુ કે સવાલ ઉઠાવનાર વ્યક્તિઓએ એવા સવાલ ઉઠાવ્યા હતા કે સર્જીકલ સ્ટ્રાઇક ક્યારે થઇ, કેટલો કાફલો સર્જીકલ સ્ટ્રાઇક માટે ગયો હતો, તેમાંથી કેટલા જવાન શહીદ થયા અને કેટલા પરત ફર્યા. આવા સવાલ ઉઠાવનાર માફી માંગે તેવુ નકવીએ કહ્યું હતુ.
નકવીએ વધુમાં જણાવ્યુ હતુ કે આવુ દેશમાં પહેલી વાર થયુ કે આપણા જવાન પાકિસ્તાનમાં ધૂસીને આવુ પરાક્રમ બતાવ્યુ હોય. શૌર્ય સાથે પાકિસ્તાનમાં ઘૂસીને ત્યાંના આતંકવાદીઓનો સફાયો કર્યો હોય. એક તરફ આપણા દેશના જવાન દુશ્મન દેશમાં જઇને આતંકવાદનો સફાયો કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પોતાના હેડક્વાટરમાં બેસીને સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉભા કરી રહી હતી.
આપણા જવાનોએ કરેલી સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનાર કોંગ્રેસ પાર્ટીએ માફી માંગવી જોઇએ. તેમણે ઉભા કરેલા સવાલોનો જવાબ હવે મળી ગયો છે ત્યારે કોંગ્રેસ માફી માંગે તેમ નકવીએ જણાવ્યુ હતુ.