પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં સંત કબીરની નગરી સંત કબીરનગરમાં પહોંચ્યા છે. ત્યાં પહોંચીને તેમણે સૌથી પહેલા સંત કબીરને નમન કર્યા હતા. તેમની સમાધી પર ચાદર પણ ચડાવી હતી. આજે સંત કબીરનો 602મો પ્રાગટ્ય દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં સંત કબીર અકાદમીની પણ મુલાકાત લીધી હતી.
થોડા સમય બાદ પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી આ જનસભાને 2019ના લોકપ્રચારની રીતે જોઇ રહી છે. ગોરખપૂરમાં વરસાદને લીધે કાર્યક્રમમાં છેલ્લે બદલાવ કરવામાં આવ્યો હતો.
2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાનાથી બનતા દરેક પ્રયત્નો કરીને ફરી એક વાર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીને લાવવાની ભરપૂર તૈયારીમાં લાગી ગયા છે. અમિત શાહ પણ ગઠબંધન માટે મોટા નેતાઓને મળી રહ્યાં છે. શિવસેનાએ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવાની મનાઇ કરી દીધી છે. તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કશ્મીરમાંથી ગઠબંઝન પાછુ ખેંચી લીધુ હતું.
ઉત્તરપ્રદેશમાં મોદી કેવી રીતે લોકોને પોતાની તરફ આકર્ષે છે તે તો સભા સંબોધન બાદ જ ખબર પડશે.