ફિફા વર્લ્ડકપ 2018માં દરેકની નજરો મેસ્સી અને રોનાલ્ડો ઉપર જ હતી. ફિફામાં મેસ્સી અને રોનાલ્ડો ઉપરથી દરેકની નજર હટાવીને પોતાના પર લાવનાર ટીમ ક્રોએશિયા છે. મંગળવારે રમાયેલી ક્રોએશિયા અને આઇસલેંડ વચ્ચેની મેચમાં ક્રોએશિયાએ આઇસલેંડને 2-1થી હરાવ્યુ છે. પહેલા પણ ક્રોએશિયાએ આર્જેન્ટિના સાથેની મેચમાં 1-1ની બરાબરી પર રોકીને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.
આ મેચમાં આઇસલેંડ જીતે તેવી શક્યતા લાગતી હતી. તે માટે ક્રોએશિયાને હરાવવાની સાથે સાથે દુઆ પણ કરવાની રહેત કે બીજી તરફની મેચમાં આર્જેન્ટિના નાઇઝેરીયાને સામાન્ય અંતરથી હરાવી દે. આર્જેન્ટિના તો નાઇઝેરિયાને 2-1થી મ્હાત આપીને જીતી ગઇ, પરંતુ આઇસલેંડ ક્રોએશિયા સામે હારી ગઇ.
ક્રોએશિયાની ટીમ આ મેચમાં ડિફેન્સિવ રમી રહી હતી. આઇસલેંડે પણ ખુબ સારી રીતે સમવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં તે ક્રોએશિયા સામે ના જીતી શક્યું. 2-1ના સ્કોર સાથે આઇસલેંડને હાર સ્વીકારવી પડી હતી. 31મી મિનીટે આઇસલેંડને ફ્રિ કિક મળી હતી. આ ફ્રિ કીકને ક્રોએશિયાના ગોલકિપરે રોકી લીધો હતો. હવે ક્રોએશિયા જીતી ગયુ છે અને આર્જેન્ટિના પણ જીતી ગયુ છે. આગળ ફિફામાં કોણ ક્યાં સુધી ટકે છે તે જોવુ રહ્યું.