રણવીર સિંઘ અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન સ્ટારર ફિલ્મ સિંબામાં 90ના દાયકાનું સુપરહિટ સોંગ ‘આંખ મારે ઓ લડકી આંખ મારે’નું નવુ વર્ઝન જોવા મળશે. મુંબઇ મિરરના રિપોર્ટ અનુસાર 1996માં આવેલી અર્શદ વારસીની ફિલ્મ તેરે મેરે સપનેનુ સુપર હિટ સોંગ આંખ મારેને સિંબામાં રિક્રિએટ કરવામાં આવશે. 90ના દાયકામાં તો આ ગીતને હિટ માનવામાં આવતુ જ હતુ પરંતુ આજે પણ આ ગીત લોકોના પગ થીરકાવવા માટે કાફી છે.
રોહીત શેટ્ટીએ આ ગીતને રિક્રિએટ કરવાની જવાબદારી મ્યુઝીક કંપોઝર તનીષ્ક બાગચીને સોંપી છે. તનીષ્કે હાલમાં જ ઘણા બધા સોંગ રિક્રિએટ કર્યા છે, જમાં હમ્મા હમ્મા, મેરે રશ્કે કમર, સાનુ એક પલ ચેન ના આવે, રાત બાકી સામેલ છે. હવે આંખ મારે ગીતને કેવી રીતે રીક્રિએટ કરે છે તે ફિલ્મ આવશે ત્યારે જ ખબર પડશે.
ફિલ્મ સિંબામાં સારા અને રણવીરને ફ્લર્ટ કરતા બતાવવામાં આવશે. આ સોંગ તે ફલર્ટીંગ માટે પરફેક્ટ રહેશે. સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનનું ડેબ્યુ સુશાંત સિંહ રાજપૂત સાથે છે. તે ફિલ્મનું નામ કેદારનાથ છે.