આગામી બે અઠવાડિયામાં અનેક મેચનું આયોજન થવાનું હોવાથી રેંકમાં પ્રથમ ક્રમાંકિત પાકિસ્તાન, બીજા ક્રમાંકિત ઓસ્ટ્રેલિયા અને ત્રીજા ક્રમાંકિત ભારતના રેંકિંગમાં બદલાવ આવી શકે છે.
અત્યારે પોઇન્ટ ટેબલમાં ૧૩૧ પોઇન્ટ સાથે આગળ રહેલું પાકિસ્તાન હરારે ખાતે ૧થી ૮ જુલાઇ દરમિયાન રમાનાર ઝિમ્બાવે ત્રિકોણીય શ્રેણીમાં ફેવરેઇટ હશે, પરંતુ આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની હાજરી સ્પર્ધાને રસપ્રદ બનાવી શકે છે, કારણ કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન્સ પાકિસ્તાન કરતાં માત્ર ૫ પોઇન્ટ પાછળ છે અને તેમની પાસે પાકિસ્તાનને ઓવરટેક કરવાની સારી તક છે.
ભારત પાસે તેની આર્યલેન્ડ સામેની બે અને ઇંગલેન્ડ સામેની ત્રણ એમ આગામી કુલ પાંચ મેચમાં વિજય મેળવીને ૧૨૭ પોઇન્ટ પર પહોંચવાની સંભવાના રહેલી છે. જ્યારે બીજી બાજુ ઇંગલેન્ડ ઓસ્ટ્રેલિયા હરાવ્યા બાદ ભરતને ૩-૦થી પરાજય આપે તો તે ૧૨૫ પોઇન્ટ પર પહોંચી શકે છે. જો ઝિમ્બાવે આગામી ત્રિકાણીય શ્રેણીમાં એપસેટ સર્જે તો ભારત કે ઇંગલેન્ડ રેંકિંગમાં ટોચનું સ્થાન મેળવી શકે છે અને ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન તેમના સ્થાન પરથી નીચે સરકી શકે છે.
આ રીતે આવનારા બે અઠવાડિયા દરમિયાન યોજાનારી ટી20 મેચીસ રેંકિંગમાં બદલાવ લાવી શકે છે.
ભારતનો આગામી મેચનો કાર્યક્રમઃ
- આર્યલેન્ડ વિ. ભારત
૨૭ જુન – પ્રથમ ટી20, ડબલિન
૨૯ જુન – બીજી ટી20, ડબલિન
- ઇંગલેન્ડ વિ. ભારત
૩ જુલાઇ- પ્રથમ ટી20, માંચેસ્ટર
૬ જુલાઇ- પ્રથમ ટી20, કાર્ડિફ
૮ જુલાઇ- પ્રથમ ટી20, બ્રિસ્ટોલ
આઇસીસી ટી20 ઇન્ટરનેશનલ ટીમ રેંકિંગ (૨૬ જુન પ્રમાણે):
Rank | Team | Points |
1 | Pakistan | 131 |
2 | Australia | 126 |
3 | India | 123 |
4 | New Zealand | 116 |
5 | England | 115 |
6 | South Africa | 114 |
7 | Windies | 114 |
8 | Afghanistan | 91 |
9 | Sri Lanka | 85 |
10 | Bangladesh | 70 |
11 | Scotland | 62 |
12 | Zimbabwe | 58 |
13 | UAE | 51 |
14 | Netherlands | 50 |
15 | Hong Kong | 42 |
16 | Oman | 39 |
17 | Ireland | 36 |