બહુ ચર્ચિત શૈલજા મર્ડર કેસને પોલીસે ઉકેલી દીધો છે. કોણે શૈલજાની હત્યા કરી અને કેમ કરી તેનો ભેદ ઉકેલાઇ ગયો છે ત્યારબાદ એક પછી એક વાત સામે આવી રહી છે. દિલ્હી પોલીસનું જો માનીએ તો, ભારતીય સેનાના મેજર અમિત દ્વીવેદીની પત્ની શૈલજા દ્વીવેદીની હત્યાનો આરોપ મેજર નિખીલ હાંડાએ સ્વીકારી લીધો છે. જ્યારે શૈલજાએ એક્સ્ટ્રા મેરીટલ અફેર રાખવાની ના પાડી ત્યારે નિખીલ હાંડાએ શૈલજાનુ મર્ડર કરી નાંખ્યુ હતું.
શૈલજાએ નિખીલથી દૂર રહેવાનો પ્રયત્ન કરવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા, કારણકે તેના વ્યક્તિગત જીવનમાં પણ નિખીલની દખલગીરી વધતી ગઇ હતી. જ્યારે નિખીલ ન માન્યો ત્યારે શૈલજાએ નિખીલને કોર્ટ માર્શલ કરી દેવાની ધમકી આપી હતી. બાદમાં નિખીલે શૈલજાને આર્મી બેસ હોસ્પિટલમાં મળવા માટે બોલાવી હતી. ત્યાં બોલાવીને શૈલજાનું કાસળ કાઢી નાંખ્યુ હતુ.
રિપોર્ટ અનુસાર શૈલજા અને નિખીલ એટલા બધા નજીક હતા કે ફક્ત 6 મહિનાના ટૂંકા સમયગાળામાં આરોપી નિખીલે શૈલજાને 3000 વાર ફોન કરી દીધા હતા. રોજ 10 થી 15 વાર આરોપી નિખીલ શૈલજાને ફોન કરતો હતો. શનિવારે હત્યા કરી અને રવિવારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો.