કટોકટી, જેણે દેશને હચમચાવી નાંખ્યો હતો તેની ૪૩મી વર્ષગાંઠે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે સાથી નાગરિકોની સ્વતંત્રતાનું હનન કરનારા અસહિષ્ણુ લોકોને ભારતીય કહેડાવવાનો કોઇ અધિકાર નથી, કારણ કે ભારતના મૂળભૂત મૂલ્યો તથા લોકાચારની વિરુદ્ધ છે. તેમણે પ્રસાર ભારતીના અધ્યક્ષ એ.સૂર્યપ્રકાશ દ્વારા લખાયેલ પુસ્તક ઇંમરજંસીઃ ઇંડિયન ડેમોક્રેસીઝ ડાર્કેટ અવરની હિન્દી, કન્નડ, તેલુગુ તથા ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યા બાદ કટોકટીના ભ્રામક કારણો તથા દુષ્પરિણામો પર વિસ્તારથી ચર્ચા કરી હતી.
નાયડુએ જણાવ્યું કે ૧૯૭૭માં લોકોના પક્ષમાં જોરદાર પ્રકારથી લોકતાંત્રિક નિર્ણય આવ્યા બાદ હવે કોઇ પણ સંવેદનશીલ સરકાર ફરીથી કટોકટી લગાવવાનું સાહસ કરશે નહિં. આજે લોકોની વ્યક્તિગત સ્વતંત્રતાને કેટલાંક ભ્રમિત લોકોથી ખતરો પેદા થઇ રહ્યો છે. મને ભરોસો છે કે કોઇપણ સંવેદનશીલ સરકાર તેનું પરિવર્તન કરશે નહિ, જે ૨૫ જૂન ૧૯૭૫ના આ દુર્ભાગ્યપૂર્ણ રાત્રે કરવામાં આવ્યું હતુ.
હવે સમય આવી ગયો છે કે અભ્યાસક્રમમાં પણ કટોકટીનો સમાવેશ કરવામાં આવે, જેથી વર્તમાન પેઢીને પણ ૧૯૭૫-૭૭ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ વિશે જાણકારી આપી શકાય, તેમને સંવેદનશીલ બનાવી શકાય અવે તેઓ તે લોકતાંત્રિક સ્વતંત્રતાનું સમ્માન કરવાનું શીખે, જે આજે તેમની પાસે છે.- તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિએ કટોકટી દરમિયાન ૧૭ મહિના સુધી પોતાની ધરપકડનો ઉલ્લેખ કરતા તે સમયગાળાની તે ૩૩ અસામાન્ય ઘટનાઓનું સ્મરણ કર્યું, જેણે લોકતંત્રને નિષ્ફળ બનાવી દીધુ, સંવિધાનને બરબાદ કરી દીધુ તથા નાગરિકોને તેમના જીવન તથા સ્વતંત્રતાના અધિકારથી વંચિત કરી દીધા.