ટેકનોલોજી એટલી વધી ગઇ છે કે, આપણો આખો દિવસ ટેકનોલોજીની આસપાસ પૂરો થઇ જાય છે આપણને ખબર પણ રહેતી નથી. હવે તો એવી હાલત થઇ ગઇ છે કે, ઘરની ઉપર મોરને જોવો તે કૂતુહલ પમાડે છે. આવા સમયમાં કુદરત સાથેની દૂરી વધતી જ જાય છે. ટેકનોલોજી સાથે રહીને આપણે પણ જાણે એક રોબોટિક લાઇફ જીવવા લાગ્યા છીએ.
આ રીતની પરિસ્થિતિમાં જો તમે કુદરતના ખોળે થોડો સમય વિતાવવા માંગતા હોવ તો દિલ્હીથી 45 કિલોમીટર દૂર સુલ્તાનપુર આવેલુ છે. જ્યાં તમે નેચર અને બર્ડ ફોટોગ્રાફી કરી શકો છો. તમારા મનને શાંત રાખવા માટે તમે અહીં જઇને કુદરતના ખોળે સમય વિતાવી શકો છો. સુલ્તાન નેશનલ પાર્કનું નામ પહેલા સુલ્તાન બર્ડ સેન્ચયુરી હતું. આ પાર્ક હરિયાળી ધરતી પર સ્વર્ગ સમાન છે.
અહી તમને જાત ભાતના પક્ષીઓ જોવા મળશે. આપણી આસપાસ તો જાણે હવે પક્ષી દેખાતા જ નથી. પક્ષીઓના કલબલાટથી આજની પેઢી તો જાણે વંચિત જ રહી ગઇ છે. તમારા ફેમિલી સાથે પણ અહી જઇને કુદરતના ખોળે સમય વિતાવો, જેથી તમને માનસિક શાંતિનો અનુભવ થાય.