વિશ્વ હિંદુ પરિષદ અને રામ મંદિર ન્યાસના સંત રામવિલાસ વેદાંતીનો દાવો છે કે, 2019 પહેલા ગમે ત્યારે મંદિર નિર્માણ શરૂ થઇ શકે છે. મંદિર નિર્માણનો પ્લાન તૈયાર છે કે નહી તે વિષે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. અયોધ્યામાં મંદિર બનવામાં વાર લાગી રહી છે તે વિષે સાધુ સંતો વિચલીત થઇ ગયા છે. બાબરી વિધ્વંસની રીતને અપનાવીને રામ મંદિર ઉભુ કરશે તેવુ માનવામાં આવી રહ્યુ છે.
રામ જન્મભૂમિ ન્યાસના સદસ્ય અને પૂર્વ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામવિલાસ વેદાંતીએ જણાવ્યુ હતુ કે 2019 સુધીમાં જો રામ મંદિર વિષે નિર્ણય નહી થાય તો તેમની પાસે બીજો વિકલ્પ પણ છે. જેવી રીતે બાબરી મસ્જિદને અચાનક જ તોડી નાંખવામાં આવી હતી તે જ રીતે રાતોરાત રામ મંદિરનુ કામ પણ શરૂ થઇ શકે છે.
રામ મંદિર જેવી રીતે હિંદુ ધર્મના લોકો સાથે સંકળાયેલુ છે તેવી જ રીતે બાબરી મસ્જિદ પણ મુસ્લિમ ધર્મના લોકો સાથે સંકળાયેલુ છે. હવે રામ મંદિર ક્યારે બને છે તે જોવુ રહ્યુ.